________________
૧૫૯
પત્રાંક-૫૯૩ તો એ સવળી Practice છે. અવિપરીતપણું એ એક સવળી Practice છે, કે જેને લઈને એ પરિણામની Practice થી જીવ પ્રાપ્ત કરે. ગુરુદેવની ભાષામાં એ વાત એવી રીતે છે કે, જીવ સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ કરે તો સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ કરતા પામે છે. હવે એમાં શું કહેવું છે સ્વરૂપ સન્મુખતામાં? કે દિશા એની સન્મુખ છે. પુરુષાર્થમાં પરસનુખની દિશા તે વિપરીત દિશા છે અને સ્વસમ્મુખની દિશા તે અવિપરીત દિશા છે. પછી ચારિત્રના પરિણામ અને મિથ્યાત્વના પરિણામ તો એની સાથે જોડાય છે અને એને બળ મળે છે. પુરુષાર્થનું બળ એની સાથે સાથે જોડાય જાય છે. પણ પુરુષાર્થની તો બે જ દિશા છે. એક સ્વ સન્મુખની અને એક પર સમુખની. ગુરુદેવનું એના ઉપર એક બહુ સારું વચનામૃત છે.
મુમુક્ષુ-મૂળ મુદ્દાની વાત છે. પૂજ્ય ભાઈશ્રી – હા. મુમુક્ષુ - સત્સમાગમ, સદ્વિચાર અને સદ્દગ્રંથ.ત્રણે પરલક્ષી ભાવમાં જાય છે.
પૂજ્ય ભાઈશ્રી – પરલક્ષી ભાવમાં જાય અને (તે)પણ એક બાહ્ય પ્રવૃત્તિ હોઈ શકે. બે રીતે હોય. પરલક્ષી પણ હોય અને સ્વલક્ષી પણ હોય. સ્વલક્ષી હોય તો કાર્યસિદ્ધિ છે અને પરલક્ષી હોય તો ગમે તેટલો કાળ કાઢે નિવૃત્તિમાં, સત્સમાગમમાં, સદ્વિચારમાં એમ લાગે એ બીજી વિચારણા નથી. *
મુમુક્ષુ-એને સત્સમાગમ કહેવો?પરસમ્મુખ જાય એને.
પૂજ્ય ભાઈશ્રી – હા. એને ન કહેવાય પણ એ પોતાને કેવી રીતે સ્વીકાર આવે? એને તો પોતાને અસ્વીકાર ન આવે. અમે તો કુટુંબ, વેપાર, ધંધો છોડી નિવૃત્ત થઈને ત્યાં રહી ગયા. અહીંયાં બીજું કાંઈ અમારે કામ નથી, વ્યવસાય નથી. બે Time સાંભળીએ છીએ. બાકીવાંચીએ છીએ, ચર્ચા કરીએ છીએ, પૂજા-ભક્તિ કરીએ છીએ.
મુમુક્ષુ –“ન્યાલભાઈએ કહ્યું કે એક દુકાન બંધ કરીને બીજી દુકાન ચાલુ કરી.
પૂજ્ય ભાઈશ્રી – હા. અશુભયોગ છોડીને જ્યારે શુભયોગમાં આવે છે અને એમાં પણ તત્ત્વજ્ઞાનની મુખ્ય પ્રવૃત્તિ હોય તોપણ એ વિચારવું ઘટે છે કે પુરુષાર્થની દિશા સ્વસમ્મુખતાની છે, કે પુરુષાર્થની દિશા પરસમ્મુખતાની છે? આ વિચારવું ઘટે છે.એટલે હદ સુધી વિચારવું જોઈએ.
પરમાગમસારમાં ૪૪૬ નંબરનું ‘ગુરુદેવનું વચનામૃત છે. ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તે સ્વલક્ષી કરવી. આ તો ઉત્તર ચાલે છે. પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે આત્માનો સાક્ષાત્કાર કરવો છે પણ પુરુષાર્થ ઉપડતો નથી. એ રીતે પ્રશ્ન ઉક્યો છે.