________________
૧૫૨
રાજહૃદય ભાગ-૧૨ તો ન જ થાય. થાય તો તત્ત્વવિચારના નિમિત્તે જ થાય. બીજાને તો ન જ થાય, કે બહુ પૂજા કરે છે, બહુ ભક્તિ કરે છે, બહુ દાન દે છે, બહુ જાત્રાઓ કરે છે, બહુ ઉપવાસ કરે છે કે બહુ જપ કરે છે, તપ કરે છે. એને થાય એ તો પ્રશ્ન જ નથી. થાય તો તત્ત્વવિચારવાળાને થાય. પણ એ થાય વા ન થાય. એટલું લેવું.
મુમુક્ષુ :– અહીંયાં અવકાશ છે. તત્ત્વવિચારવાળાને અવકાશ છે. પૂજ્ય ભાઈશ્રી :- એને અવકાશ છે. પેલાને તો અવકાશ જ નથી. કેમકે ત્યાં તત્ત્વવિચાર જ નથી. માટે અવકાશ જ નથી.
જેમ કોઈને હિતશિક્ષા આપી, તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે ?પછી વિચાર કરતાં તેને આમ જ છે' એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, વા અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય; તેમ શ્રીગુરુએ તત્ત્વોપદેશ આપ્યો તેને જાણી વિચાર કરે કે—આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે ? પછી વિચાર કરતાં તેને આમ જ છે' એવી શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધન ન કરે તો પ્રતીતિ ન પણ થાય. નિમિત્ત કારણોમાં) મૂળકારણ મિથ્યાત્વકર્મ છે તેનો ઉદય મટે તો પ્રતીતિ થઈ જાય, ન મટે તો ન થાય...’ આ એમની આગમપદ્ધતિ છે. કર્મના ઉદય સાથે પછી બધી વાત લઈ જાય છે. કર્મનો ઉદય મટે તો પ્રતીતિ થાય, ન મટે તો ન થાય એવો નિયમ છે. પણ તેનો ઉદ્યમ તો માત્ર તત્ત્વવિચાર કરવાનો જ છે.’ પાછો ઉદ્યમ લીધો. કર્મનો ઉદય લીધો તોપણ પુરુષાર્થ તો લીધો. પણ એમનો કરુણાનુયોગનો વિશેષ ભાર હતો. અને શાસ્ત્ર આગમપદ્ધતિથી લખાણું છે, અધ્યાત્મપદ્ધતિથી નથી લખાણું. નામ આપ્યું છે મોક્ષમાર્ગપ્રકાશક’ પણ શૈલી આગમપદ્ધતિની છે, અધ્યાત્મપદ્ધતિની નથી. એટલે અધ્યાત્મની કેટલીક સૂક્ષ્મ વાતો ગ્રંથ અધૂરો હોવાને લીધે પણ મળતી નથી અને આ પદ્ધતિને હિસાબે પણ મળતી નથી.
પાંચમી કરણલબ્ધિ. પાંચમી કરણ લબ્ધિ થતાં...' હવે આપણે આ ચર્ચાય છે એ વિષય. સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે.’ એને સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે. પણ તે તો જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય....’ લઘુ અંતર્મુહૂર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય ‘તે જ જીવને કરણલબ્ધિ થાય છે. એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ હોય છે કે—’ કારણ કે એ પરિણામ બધા અબુદ્ધિપૂર્વકના છે એટલે બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ હોય છે કે–તે તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રુપ થઈ લગાવે....’ એટલે