________________
પત્રાંક-૫૯૩
૧૫૩
ઘણો તત્ત્વવિચારમાં રહે છે. મંથનમાં, ચિંતનમાં. તદ્રુપ થઈને એટલે પ્રયોગ પણ (કરે છે). તદ્રુપ થવાનો તો પ્રયોગ પણ આવે છે. એ રીતે ઉપયોગને લગાવે. તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે.’ આમ તો ભેદજ્ઞાન બહુ સારું ચાલે છે. સ્વરૂપસન્મુખ થયા પછી ભેદજ્ઞાન બહુ સારું ચાલે છે, સહજ ભેદજ્ઞાન ચાલે છે. એ ભેદજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિએ કરણલબ્ધિ પ્રગટે છે. એટલે સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે.
જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તરુત જ થઈ જશે, તેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને તેનું તુરત જ શ્રદ્ધાન થઈ જાય, વળી એ પરિણામોનું તાર્તમ્ય કેવળજ્ઞાન વડે દેખ્યું તેનું કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે.' શું કહ્યું ? એ પરિણામોનું તાર્રમય કેવળજ્ઞાન વડે દેખ્યું તેનું કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે.’ જેમ કર્મના પરમાણુ ઉદય, ઉપશમ, ક્ષયોપશમનું, સત્તાનું કર્યું. એ કેવળજ્ઞાન ગોચર છે. સત્તામાં રહેલા કર્મો કોઈ છદ્મસ્થને દેખાતા નથી, ઉદય પણ કોઈને દેખાતો નથી, ક્ષય પણ દેખાતો નથી, ઉપશમ પણ દેખાતો નથી. એ કેવળજ્ઞાન અનુસાર શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે.
એ ક૨ણલબ્ધિના ત્રણ ભેદ છે- અધઃક૨ણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ....' આમાં યથાપ્રવૃત્તિકરણ લીધું છે. પણ આમણે અધઃકરણ લીધું છે. મુમુક્ષુ :– એટલે પહેલું અધઃકરણ છે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– પહેલું અધઃકરણ છે.
–
મુમુક્ષુ :- ત્યાંથી પાછો પડે છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા.
=
મુમુક્ષુ :– અપૂર્વમાં નહિ આવ્યો હોય.
પૂજ્ય ભાઈશ્રી :– હા. અપૂર્વમાં નથી આવ્યો. અપૂર્વ કરે તો પછી અપૂર્વ થઈ ગયો. અપૂર્વમાં .. પછી એ અપૂર્વ થઈ ગયો. અપૂર્વ ક...
મુમુક્ષુ :– પહેલું જે છે અધઃકરણ....
પૂજ્ય ભાઈશ્રી :– ત્યાં સુધી આવ્યો. અધઃકરણ સુધી આવ્યો. કરણલબ્ધિ સુધી લગભગ નજીક આવ્યો. અધઃકરણ શરૂ નથી થયું.
મુમુક્ષુ :- મૂળ ક૨ણલબ્ધિમાં ન આવ્યો.
પૂજ્ય ભાઈશ્રી :– કરણલબ્ધિમાં પ્રવેશ નથી કર્યો. ત્યાં સુધી આવ્યો છે. એમ કે ઘરમાં નથી આવ્યો, ઘર સુધી આવ્યો છે. આંગણા સુધી આવ્યો છે. અધઃકરણ સુધી.