________________
૧૪૮
બીજામાં જ પડશે, આમાં નહિ આવે. સીધી વાત છે.
મુમુક્ષુ :- અહીંયાં સંસારપરિણામી થયા કર્યો છે અને નીચે લખે છે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. તો જે સંસા૨પરિણામી થયો એ પોતાનું ... દોડવાને કારણે થયો ? કે સત્પુરુષ ન મળતા ?
પૂજ્ય ભાઈશ્રી :– એક તો એને સત્પુરુષ મળ્યા નથી.
મુમુક્ષુ :– પાછું નીચે એ લખ્યું છે કે આ સત્ સમાગમ તો નિરંતર સેવવા જેવો છે. ઉપ૨ અનુસંધાન...
રાજહૃદય ભાગ-૧૨
-
પૂજ્ય ભાઈશ્રી :– એટલે શું છે કે સત્યસમાગમ પણ અનંત વાર મળ્યો છે. જેમ પાછો અનંત વા૨ ફર્યો છે એમ સત્પુરુષ પણ અનંત વાર મળ્યા છે પણ સત્પુરુષને ઓળખ્યા નથી. ઓળખીને જે બહુમાન આવે તો એ પાછો ન ફરે. એટલે તો આ ‘સોભાગભાઈ’ની ચર્ચા (કરી). એમને ઓળખ્યા હતા. એ ઉંમરમાં એમને ઓળખ્યા હતા. નહિતર સત્પુરુષ તો એના દીકરાની ઉંમરના હતા. કોઈ દિવસ પહેલા પોતે મળ્યા નથી. ફક્ત એનું નામ એમણે સાંભળ્યું કે કોઈ શતાવધાન કરનાર છે આ. નહિતર શતાવધાનના નિમિત્તે એમની કીર્તિ બહાર પ્રસરી. જે કીર્તિ ૧૮-૧૯ વર્ષે પ્રસરી એ શતાવધાનને હિસાબે પ્રસરી. ત્યાર પછી આ ૩-૪ વર્ષે, ૪ વર્ષે સમાગમમાં આવ્યા છે. એ કોઈને ને કોઈને શોધતા હતા. પરીક્ષાનું એક એમની પાસે સાધન હતું, કે આ મારી વાતનો ઉકેલ કરી ધ્યે એ સત્પુરુષ. એટલે કયાંક ક્યાંક એ ગયા હશે. કોઈ સુધા૨સનોબીજજ્ઞાનનો-સ્વરૂપનિર્ણયનો વિષય હતો. એટલે એ આગળ મૂકે, અજાણ્યો હોય એનું એમાં કામ નથી. અજાણ્યો હોય તો એનું એમાં કામ નથી. એટલે તરત ખબર પડે, હું ગોતું છું એ આ નહિ, હું શોધું છું એ આ નહિ, હું શોધું છું એ આ નહિ.
આમને અહીં ચમત્કાર થયો છે. આવ્યા એટલે મોરબી’ મળ્યા છે. મોરબી’માં. આવો ‘સોભાગભાઈ’ કહે. આ મને કયાંથી ઓળખે ? મારું કેવી રીતે નામ લે છે ? પછી પેટીમાંથી ચબરખી કાઢીને આપી. તમે આ કામે આવ્યો છો. એમાં એ જ વિષય હતો. જે વિષયની પોતે ચબરખી લઈને આવ્યા હતા એ જ વિષય એમાં હતો. પતી ગયું. મારે પરીક્ષા કરવાનો સવાલ નથી. આ તો સામેથી જ એમણે પરચો આપી દીધો. એ વખતે એમણે પૂરેપૂરો નિર્ણય કરી લીધો. આ જ સત્પુરુષ છે, આના જ આશ્રયે મારું કલ્યાણ છે. મારે કયાંય હવે બીજે ગોતવાની જરૂ૨ નથી.
મુમુક્ષુ ઃ–નિર્ણય કરવામાં કલાકો નથી લાગ્યા.
પૂજ્ય ભાઈશ્રી :– નહિ. સેકન્ડ માત્રમાં. સેકન્ડોમાં નિર્ણય કર્યો. એ એની પાત્રતા