________________
૧૪૬
રાજહૃદય ભાગ-૧૨ હવે એ કરવામાં અને આ કરવામાં શું ફેર છે? કે એને બહુ ઓછા ઉઘાડમાં પણ એક વાત નક્કી કરી કે જેનું કલ્યાણ થયું હોય એવો કોઈ જીવ મળે તો મારું કલ્યાણ થાય. નહિતર હું ક્યાં રસ્તો જાણું છું કે ક્યા રસ્તે કલ્યાણ થાય? આ વિવેક કર્યો. એ બહુમોટો વિવેક કર્યો છે. આ સત્સંગનો વિવેક કહેવાય છે. નહિતો જીવને શું થાય છે કે આપણે આપણી મેળે કરીએ. આપણી પાસે શાસ્ત્રો છે, આપણી પાસે વિચારશક્તિ છે અને આપણે આપણું કલ્યાણ કરવું છે, મેળે મેળે કરી લેશું. અથવા પોતાને ગમે તેમ સઝે એમ કરે છે. સિવાય સત્પરુષ. ગમે તે પ્રકાર પકડી લે છે. કાં તો કુળધર્મના ગુરુના આશ્રયે વયો જાય છે કે ગુરુ જ્ઞાન દેશે, ગુરુ રસ્તો બતાવશે અને ગુરુ કાંઈક આપણા કલ્યાણમાં નિમિત્ત પડશે. પણ એને સપુરુષ જોઈતા હતા.
આપણને ખબર નથી કે એ ક્યાં કયાં જઈ આવ્યા છે. એ ક્યાં ક્યાં જઈ આવ્યા છે એનો ઇતિહાસ આપણી પાસે નથી. પણ જ્યારે માણસ શોધતો હોય ત્યારે અનેક
ગ્યાએ સ્વભાવિક રીતે જાય. અહીંયાં સપુરુષ છે? અહીંયાં સપુરુષ છે? અહીંયાં સપુરુષ છે? અહીંયાં પુરુષ છે? ક્યાં છે? આ ઉંમરમાં ૨૩ વર્ષ નાના હતા. એ વખતે પોતે તો એમના પિતાશ્રી જેટલી ઉંમરના હતા. ૨૦-૨૫ વર્ષનો એ વખતનો આંતરો એટલે બાપ-દીકરાને છેટું હોય. એ વખતે એને બહુમાન થયું છે કે હવે જે હું શોધતો હતો એ આ સપુરુષ છે.
જે આત્મકલ્યાણની ભાવના હતી એમાં એક સત્સંગનો વિવેક હતો કે યથાર્થ સપુરુષ મળે, એના આશ્રયે મારે મારું કલ્યાણ કરવું છે. એ જ વિવેક જોઈએ તો ૧૪ વર્ષની ઉંમરે પૂજ્ય બહેનશ્રીને થયો છે. મેળ, પત્તો લાગે છે કે નહિ?મેળ ખાય છે કે નહિ? કે અહીંયાં કોઈ સત્સંગ નથી. કરાંચીમાં કોઈ સત્સંગ નથી. અહીંયાં રહેવું નથી. કોઈ ભોગે મારે અહીંયાં રહેવું નથી. એમણે તો બહુ મોટી કિંમત ચૂકવી છે. એમણે કોઈ સામાન્ય કિમત નથી ચૂકવી. એ વખતે બહુ મોટી કિંમત ચૂકવી. શેના માટે ચૂકવી છે? એક સપુરુષના સત્સંગ માટે એ કિંમત ચૂકવી છે. એટલી આપણી તૈયારી થાય અને ન પ્રાપ્ત થાય એવું બને નહિ. કોઈ જીવની એટલી તૈયારી થાય અને એને પ્રાપ્ત ન થાય એવું કોઈ દિવસ બને નહિ. બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. એવી વાત છે. તૈયારી જોઈએ.
મુમુક્ષુ – મારે તો વિશેષ આ સમજવાનું છે કે જેમ ક્રમમાં પહેલા એનું લક્ષ બંધાય અને પછી ખોજ થાય. પોતાનું પરિપૂર્ણ શુદ્ધિનું લક્ષ બાંધે અને પછી એ શોધમાં આવે અને સપુરુષ મળે એમ સમજાણું છે.