________________
પત્રાંક-૫૯૩
૧૪૭ પૂજ્ય ભાઈશ્રી – હા. અંદર એમ જ હોય છે.
મુમુક્ષુ -ભલે બહારમાં એવી વાત કોઈ આપણને ખ્યાલ આવે કે ન આવે. પણ આમાં લક્ષ તો પહેલા આ જહોય.
પૂજ્ય ભાઈશ્રી – તિર્યંચ હોય તો પણ. આ તો મનુષ્ય છે પણ તિર્યંચ હોય તોપણ એમ જ છે. કેમકે એક સિદ્ધાંત છે કે આ દિશાનો જે વેગ આવવો જોઈએ, નિર્દોષતા પ્રાપ્ત કરવી છે, પરિપૂર્ણતા એટલે શું ? પરિપૂર્ણ નિર્દોષતા. પરિપૂર્ણ નિર્દોષતા કહો, પરિપૂર્ણ પવિત્રતા કહો. એનો જે ઉપાડ આવવો છે એ એના પ્રમાણમાં આવવો જોઈએ ને ? એના પ્રમાણમાં આવવો જોઈએ. સાંજ પડે દસ ગાવ ચાલવું છે. અડધો માઈલ ચાલ્યો હોય ને ચેનચાળા કરવા માંડે ? એ પહેલેથી પગ ઉપાડે. પછી ભલે ધીમો પડે. પણ એકવાર એની મર્યાદામાં અતંર કાપવા માટે જે પહેલા ઉપાડ આવે એ જુદો જ આવે. એને ખબર પડે છે કે છેટું ઘણું છે. એમ એ રીતનો એનો ઉપાડ હોય છે એટલે એ પાછો નથી પડતો. અહીંયાં જે કહે છે કે પાછો સંસારપરિણામી થાય છે અને અનંત વાર સંસારપરિણામી જીવ થયો છે, એનું કારણ તે એનો ઉપાડ છે એમાં ફેર છે.
મુમુક્ષુ -અનંત કાળમાં આ લક્ષ બાંધ્યું નથી એટલે એનો ઉપાડ ઉપડ્યો નથી.
પૂજ્ય ભાઈશ્રી:-હાઉપાડ જ એ રીતે આવ્યો નથી. ઉપાડ એ રીતે આવ્યો નથી એટલે યથાર્થ રીતે એ નિર્ણય કરીને યથાપ્રવૃત્તિકરણ સુધી આવ્યો નથી. નહિતર ન તો યથાપ્રવૃત્તિકરણનો વિકલ્પ કરવાની જરૂર છે, ન તો નિર્ણયનો વિકલ્પ કરવાની જરૂર છે, નતો પૂર્ણતાના લક્ષનો પણ વિકલ્પ કરવાની જરૂર છે. તિર્યંચને શું વિકલ્પ થાય છે? આ તો અત્યારે એટલી વાત સ્પષ્ટ થઈ. નહિતર જેટલા પામ્યા છે એટલા બધાને એટલી સ્પષ્ટતા મળે છે અને પછી કાંઈક કામ આદરે છે એવું થોડું છે? એવું કાંઈ નથી.
એટલા માટે તો એ વાત આપણે વધારે સ્પષ્ટ કરવા માટે વિચારીએ છીએ, કે જીવને પૂછવાનું છે. જાણ્યું એથી શું થયું? લ્યો, જાણ્યું કે પૂર્ણતાના લક્ષે શરૂઆત થાય. એક વાર નહિ, દસ વાર સાંભળ્યું, બહુ વાર સાંભળ્યું. એથી શું? પોતે તપાસ કરવાની જરૂર છે કે તારે શું જોઈએ છે? તારે પૂર્ણતા જોઈએ છે કે નથી જોઈતી? તું તારામાં તપાસ કરને તારે શું જોઈએ છે? તું અહીંયાં શું લેવા આવ્યો છો ? અહીંયાં આવ્યો, વાત સાંભળી પૂર્ણતાનું લક્ષ થવું જોઈએ. હવે પોતે નક્કી કર કે તું અહીંયાં શું લેવા આવ્યો છો ? આ સિવાય બીજું કાંઈ છે)? આ નથી લેવા આવ્યો તો કાંઈક બીજું લેવા આવ્યો છે એ નક્કી વાત છે. ભલે તને એ સ્પષ્ટ ન હોય અને અસ્પષ્ટ હોય કે શું લેવા આવ્યો છો. પણ આ લેવા નથી આવ્યો એનો અર્થ કે તું કાંઈક બીજું લેવા આવ્યો છો. એ