________________
૧૪
રાજહૃદય ભાગ-૧૨ સુદ પનો.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ બરાબર છે. એટલે “સોભાગભાઈ મળ્યા. પ્રથમ સોભાગભાઈ એમને મળ્યા છે. અને એમને સમ્યગ્દર્શન થયું છે એ વચ્ચેનો ગાળો લગભગ અઢી મહિનાનો છે. લગભગ અઢી મહિનાનો છે. ૨૩મા વર્ષના પ્રથમ ભાદરવા વદ અમાસ આસપાસ એ મળ્યા છે. પછી બીજો ભાદરવો, આસો. વધુમાં વધુ અઢી મહિના લઈએ. બે-અઢી મહિનાના ગાળામાં એમનો સમાગમ થયો છે. અને શ્રીમદ્જીને જ્ઞાન થયું છે. શ્રીમદ્જી પોતે એ વખતે સમ્યક્ત્વ દશાની અતિ સમીપ હતા. જોકે એ તો પૂર્વના આરાધક પણ હતા અને એ સંબંધીનું એમને જ્ઞાન પણ હતું. એટલે પોતે શું છે અને કોણ છે એનો એમને ખ્યાલ હતો. વર્તમાન સ્થિતિ પણ આત્મસ્વરૂપની ઘણી સમીપતાની હતી.
એક કાળમાં એ જ વિષય, એ જ વિષયની ચબરખી લઈને એ આવ્યા છે. જે એમની દશાનો વિષય હતો એ જ વિષય એ હતો. અને એમણે એમનું અંતરંગ માપી લીધું છે. “સોભાગભાઈનું અંતરંગ પોતે માપી લીધું છે. અને સોભાગભાઈને પણ અંતરંગથી જ એમના પ્રત્યે ભક્તિ થઈ છે. જે પુરુષને હું શોધતો હતો તે જ આ સપુરુષ છે. હવે મારે કોઈને શોધવાની જરૂર પડશે નહિ. બીજું કાંઈ શોધવા નહિ જાવું પડે. એ એમને નિશ્ચિત થઈ ગયું છે. એટલે એમને એ ખ્યાલ આવી ગયો છે કે આણે નિર્ણય કરી લીધો, આણે સત્પષનો નિર્ણય કરી લીધો છે. એ અરસપરસ બેયને આ Inter link 89.
જેમ કોઈ માણસને અંદરમાં દ્વેષ હોય અને બહારમાં બોલે નહિ તો ખબર નથી પડી જતી ? કે ભાઈ બોલતા નથી પણ અંદરમાં દ્વેષ છે એટલે નથી બોલતા. માણસને ખ્યાલ નથી આવતો ? આવી જ જાય. એ મોનપણું પણ પરિણામ તો Inter link માં આવે જ છે. નથી આવતા કાંઈ? ખબર તો પડી જાય છે. એમ આ તો વિશેષતાવાળા પરિણામ છે અને નિર્મળ જ્ઞાનના પરિણામ છે. આ તો મેલા જ્ઞાનમાં આટલી ખબર પડે છે. જ્ઞાનની નિર્મળતામાં તો વિશેષ સમજાય. એટલે એકબીજાને એ ખ્યાલ આવી ગયો છે. એટલા માટે એ...
એ વખતે “શ્રીમદ્જી'ની કઈ દશા હશે કે જે દિ એણે સપુરુષ નક્કી કર્યા છે? ૧૯૪૭ સમકિત શુદ્ધ પ્રકાયું. ૧૯૩૧માં એમને જાતિસ્મરણ થયું. ૧૯૪રમાં અપૂર્વ વૈરાગ્ય આવ્યો. એટલે કે એકદમ આ બાજુનો ઝોક થયો છે અને ૧૯૪૭માં સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે. ૪૨ ને ૫=૪૭. ૧૯માં વર્ષથી વૈરાગ્ય એકદમ વધી ગયો