________________
પત્રાંક-૫૯૨
૧૩૭ છે કે બોજ ઘણો હતો માથે. એટલે કર્મનો બોજ ઘણો હતો. ઝટપટ પતાવવા ગયા ત્યાં પગને થાક લાગ્યો. અને પગને થાક લાગ્યો તો સામે સહારાનું રણ જોયું. સમાધાન કરી લીધું કે જે સ્વરૂપ છે તે અન્યથા થાતું નથી. એટલે જે દેશકાળ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે એમાં શું બીજું થાય ? પણ એ પોતે પહેલેથી હાર્યા નથી. જેમ કોઈ શાસ્ત્ર વાંચે કે આ કાળે, આ ક્ષેત્રે જન્મેલાને કેવળજ્ઞાન થતું નથી. તો મૂકો વાત પડતી હવે. એ વાત તો હવે મૂકો પડતી. એમણે પડતી નથી મૂકી. એ વિશેષતા છે. એટલે શું છે કે પુરુષાર્થ થાય એટલો કરી લેવો છે. એક ભવ રહી ગયો. એ હિસાબે એક ભવ રહ્યો.
પ્રવૃત્તિ વિરામ પામતી નથી; વિરક્તપણું ઘણું વર્તે છે. પોતાની દશાની વાત કરે છે. પ્રવૃત્તિ એમનેમ ચાલે છે. વિરક્તપણું ઘણું વર્તે છે છતાં પ્રવૃત્તિ બંધ થતી નથી. દુઃખ છે, એ વાતનું એમને ભારોભાર દુઃખ છે. “વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષયકેવળ પ્રવર્તે. વનમાં જઈએ અથવા એકાંતમાં રહી જઈએ અને એકલા નિજસ્વરૂપના અનુભવમાં બીજા કોઈ વિષયમાં ન પ્રવર્તે, એકલો નિર્વિષય થઈને સ્વરૂપના અનુભવમાં રહે. એમ કરવામાં સર્વ ઇચ્છા...” એટલે પૂરો પ્રયત્ન એમાં લાગેલો છે. ઇચ્છા એટલે અહીંયાં પ્રયત્ન લેવો. એવો પુરુષાર્થ કે આ સ્વરૂપમાં જ સ્થિર થઈને રહી જઈએ. એમાં અમારો પૂરો પ્રયત્ન રોકાયેલો છે. એની પાછળ અત્યારે તો પૂરી શક્તિ લગાવી દીધી છે. એ પોતાની દશાની વાત લે છે. (અહીં સુધી રાખીએ.)
કોઈપણ જીવને જ્યાં પ્રેમ છે, ત્યાં તે પ્રેમમૂરત આત્માને એકાગ્રતા થાય છે. જેને સદગુણનો પ્રેમ છે, તેને સદ્દગુણી પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય તે સહજ-સ્વાભાવિક છે. આત્મા સ્વયં દિવ્યગુણોનો ભંડાર છે. જેને તેમ ભાસે છે, તેને નિજ સ્વરૂપનો પરમ પ્રેમ પ્રગટ થઈ, સહજ એકાગ્રતા સધાય છે. એકાગ્રતા માટે કૃત્રિમ પ્રયાસ યોગધ્યાનાદિ કર્તવ્ય નથી. કારણકે પ્રેમવિના વાસ્તવિક એકાગ્રતા થતી નથી.
(અનુભવ સંજીવની-૧૪૦૬)