________________
પત્રાંક-૫ë.
૧૩૯ કોઈપણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતાં જો એવી સ્થિતિ જીવ પ્રાપ્ત ન કરે તો એ જ્ઞાન અસારભૂત છે. એમ પણ એમાંથી અનર્પિત રીતે મળે છે, પ્રાપ્ત થાય છે. કેમકે કોઈ જીવોને ઉઘાડરૂપે ઘણું જ્ઞાન છે એવું જોવામાં આવે છે પણ એનું જ્ઞાન પોતાના સ્વરૂપમાં સ્વસ્થ નથી. સ્વસ્થ એટલે સ્વસ્વરૂપમાં રહેવું. સ્થ એટલે રહેવું. સ્વરૂપમાં રહેવું એવું જેનું પરિણામ નથી એ જ્ઞાન શું કામનું ? એ જ્ઞાનનો શું અર્થ છે? એ જ્ઞાન નિસાર છે. અથવા પોતાને સુખ-શાંતિનું જે કારણ નથી એ જ્ઞાન નિરર્થક છે.
પોતામાં આત્મા અત્યંત સ્વસ્થતાને ભજે એમાં આત્માને શાંતિ છે. એમ નહિ થતા આત્માને અશાંતિ છે. તેથી સર્વ જ્ઞાનનો સાર એ છે કે પોતાના પરિણામ પોતામાં સ્વસ્થ થાય. જેને જેને આ વિષયનું કાંઈ જાણપણું છે (એણે) માન્યું છે કે જ્ઞાન છે. જાણપણું છે એણે શું માન્યું છે? કે જ્ઞાન છે. એણે આ વચનથી એ તપાસવું રહે છે કે આત્મા પોતામાં સ્વસ્થ પરિણામે આવ્યો છે કે નહિ? સહજપણે આવ્યો છે કે નહિ? જોકે અહીંયાં એક તો વિષયનું વધારે છે.
અત્યંત સહજ સ્વસ્થતા પામે.” સ્વસ્થતાને પામે એટલું નથી લખ્યું પણ અત્યંતપણે સહજ સ્વસ્થતાને પામે, એવી સ્થિતિ થાય તો એ જ્ઞાનમાંથી કાંઈક સાર નીકળ્યો. આપણે કહીએ ને ભાઈ ! આ વાતનો સાર શું છે? અથવા તમે આટલો પરિશ્રમ કર્યો, આટલી ધમાધમ કરી, આટલી આકુળતા કરી, આટલી મહેનત કરી, શું સાર કાઢ્યો? માણસ શું પૂછે છે કે તમે સાર શું કાઢ્યો? એટલે તમે સુખી થયા કે દુઃખી થયા? ઘણું કરીને તમે દુઃખી થયા કે ઘણું કરીને તમે સુખી થયા? આ જોવામાં આવે છે, તપાસવામાં આવે છે. પહેલું વચન કેટલું સરસ લખ્યું છે !
મુમુક્ષુ – અત્યંત સહજ એટલે?
પૂજ્ય ભાઈશ્રી:- અત્યંત સહજ એટલે કૃત્રિમપણે નહિ. અને અત્યંત એટલે ઘણું તારતમ્યતાવાળું. અત્યંત એટલે ઘણું. સહજ સ્વસ્થતા એટલે ઘણી સ્વસ્થતા પામે. પણ કેવી રીતે? કે સહજપણે જે સ્વસ્થતા પામે. સહેજે સહેજે એ પરિણામ થાય. વિકલ્પ કરવા પડે, એના માટે કોઈ પ્રયોગ કરવા પડે, પ્રાણાયામ કરવા પડે, એના માટે કાંઈ બીજી કોઈ આગળ-પાછળની તૈયારીઓ કરવી પડે એમ નહિ).
આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે...” “ગજસુકુમારનું દષ્ટાંત બહુ સરસ છે. એમને કોઈ પૂર્વ તૈયારી હતી કાંઈ? કોઈ પૂર્વતૈયારી નહોતી. મુનિદશામાં આવી ગયા હતા. પણ એવો કાંઈ પ્રયોગ બીજીવાર ન થાય કે એક વખત ખોપરી સળગાવાય અને સ્થિરતા રહે તો પછી બીજી વખત વાંધો ન આવે, અસ્થિરતા ન આવે. એ પ્રયોગ તો