________________
પત્રાંક-૫૯૩
૧૪૧
તો. ન થાય તો એને નિમિત્તપણું લાગુ પડતું નથી. માત્ર શેયપણું લાગુ પડે છે. અથવા માત્ર જ્ઞાન અને માત્ર શેય. આત્મા માત્ર જ્ઞાન, લોકાલોક માત્ર જ્ઞેય.
મુમુક્ષુ :– જ્ઞાન અને શેય કહેવું એ વ્યવહા૨ જ છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો બે પદાર્થ વચ્ચે જોડવાની વાત છે, સંબંધ બતાવવાની વાત છે. વાસ્તવિકતાએ તો જ્ઞાન જ્ઞાન છે અને જ્ઞેય જ્ઞેય છે. શેય જ્ઞાનમાં નથી અને જ્ઞાનમાં શેય નથી.
‘અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે.’ શું છે હવે ? કે આ જીવની સ્થિતિ એવી છે કે અનાદિથી પોતે અસ્વસ્થતા એટલે સ્વરૂપમાં ક્યારે પણ રહ્યો નથી. સ્વરૂપની અસ્વસ્થતાને જ સેવી છે એમ કહો, આરાધી છે એમ કહો, પ્રાપ્ત કરી છે એમ કહો, અનુભવ કર્યો છે. અસ્વસ્થતાનો જ અનુભવ કર્યો છે. એક અંશે પણ સ્વરૂપસ્વસ્થતામાં આવ્યો નથી. આ અનાદિની જીવની સ્થિતિ છે. અને એ રીતે ટેવાઈ ગયો છે, પરિણમવા માટે એ રીતે ટેવાઈ ગયો છે.
જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે.’ જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ એટલે કઠણ પડે છે અથવા સ્વસ્થ થવું એ જીવને એક સમસ્યા લાગે છે. શું લાગે છે ? આત્મામાં સ્થિર કેવી રીતે થવું ? વાત સાંભળે, સારી લાગે, ઇચ્છા પણ થાય કે આત્મામાં સ્વસ્થ રહેવું છે. કેમકે સ્વસ્થ રહેવામાં નિરાકુળતા છે, સુખ-શાંતિ છે, નિરુપાધિ પરિણામ છે. અસ્વસ્થ પરિણામ છે તે ઉપાધિવાળા છે. ઉપાધિ જીવને સ્વભાવથી વિરુદ્ધ હોવાથી દુઃખદાયક છે, પસંદ એને નથી પડતી. છતાં પણ એ ઇચ્છા પ્રમાણે પરિણમન નથી થતું એટલે એને એમ લાગે છે કે આ વાત જરા કઠણ છે. પણ કઠણ હોવાનું કારણ કે પોતાની અનાદિની ઊલટી રીતે પરિણમવાની પદ્ધતિ થઈ પડી
છે.
શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતીવાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસા૨પરિણામી થયા કર્યો છે.’ શું થાય છે ? કે એવી રીતે સ્વસ્થ થવા જેવું છે એમ લાગવાથી એણે કાંઈક વિષયક પ્રયત્ન પણ કર્યો છે. દર્શનમોહને અત્યંત મંદ કર્યો છે. યથાપ્રવૃત્તિકરણનો અર્થ એ છે. ક૨ણલબ્ધિમાં ત્રણ ક૨ણ છે. એમાં યથાક૨ણપ્રવૃત્તિ સુધી આવ્યો છે. પણ ત્યાંથી પાછો સંસારપરિણામી થયો છે. ક્ષોભ પામીને એટલે ચંચળતા પામીને.
મોક્ષમાર્ગપ્રકાશક’માં ટોડરમલજી’એ એ વાત લીધી છે કે ચાર લબ્ધિ આ જીવે