________________
૧૨૪
રાજહૃદય ભાગ-૧૨ વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે.” હવે શું થાય છે ? કે ઉદય માત્ર વિષય ભોગવ્યાથી નાશ થાય. હવે શું થાય છે કે જે ઉદયમાં આવી ગઈ ચીજ, ભોગવી લીધી, ઇચ્છા નિવૃત્ત થઈ. બરાબર છે. પણ એ વખતે શું થયું? કે જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, તીવ્ર રસના પરિણામ થયા વિના રહે નહિ. કેમકે સુખના અભિપ્રાયપૂર્વક સુખનો અનુભવ કર્યો. એટલે ઉત્સુક પરિણામ કહો, તીવ્ર રસના પરિણામ કહો એ થયા વિના રહે નહિ.
વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય.” એને Double ઇચ્છા થાય કે આમાં અહીં સુખ થયું. વધારે ને વધારે સુખ મેળવો, વધારેમાં વધારે સુખ મેળવો. પાછું ત્યાં પહોંચીને પાછું ફરવું પડે છે. ભૂખ લાગી એમાં મિષ્ટાન આવ્યું. મિષ્ટાન ભાવતું હોય. અમુક ગળપણ ભાવે છે ને. ખાતા ખાતા ના પાડવી પડે. લ્યો ભાઈ ! દાબે રાખો તમ તમારે. અમે તો પીરસવા જ આવ્યા છે. કેમ ના પાડી તો પાછો એ ખ્યાલ નથી આવતો કે આ ભૂલ થઈ છે. આ જે પહેલા કોળિયે જે સુખ લાગ્યું હતું એ ભ્રાંતિ હતી એનો વિચાર જીવને નથી આવતો. એટલે શું થાય છે? કે જે અભિપ્રાય છે એ મજબૂત થાય છે. વર્ધમાન થાય છે એનો અર્થ શું થાય છે? કે વિષય પરાજિત થવાને બદલે પોતે પરાજિત થાય છે. અને એમ અભિપ્રાય મજબૂત થાય છે કે આનાથી સુખ છે.
આ જગતમાં જીવો ખૂના પણ કરે છે, ચોરી કરે છે, લૂંટફાટ કરે છે, ખૂન કરીને પણ બીજાની સંપત્તિ લઈ લે છે. શું કરવા? કે એનો એટલો બધો મજબૂત અભિપ્રાય છે કે ગમે તેમ કરીને આ માટે મેળવવું જ જોઈએ. ગમે તેમ કરીને મેળવવું જોઈએ. ભલે જે કરવું પડે તે કરવું પડે પણ આ તો મારે જોઈએ, જોઈએ ને જોઈએ જ. ક્યાંથી જોઈએ? જ્યાંથી હોય ત્યાંથી મારે લઈ લેવું. શેમાંથી એ ભાવ ઉત્પન્ન થયો)? કે એમાં સુખ છે એ સુખબુદ્ધિએ કરીને એ પરિસ્થિતિ ઊભી થઈ છે.
વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી.....” આમાં શું છે કે જ્ઞાનદશામાં સિદ્ધાંત બદલાય જાય છે. અજ્ઞાનદશાનો એ સિદ્ધાંત છે કે જો ઇચ્છાની આકુળતાથી છૂટવું હોય તો તે પદાર્થ છે એ મેળવી લેવો, પ્રાપ્ત કરી લેવો, ભોગવી લેવો. જ્યાં સુધી નહિ જમીએ ત્યાં સુધી ભૂખ ચાલુ રહેશે. ભૂખ ચાલુ રહેશે. ત્યાં સુધી ભૂખની આકુળતા ચાલુ રહેશે. માટે ખાઈ લેવું. એનાથી નિર્મૂળ નહિ થાય. એ