________________
૧૨૬
રાજહૃદય ભાગ-૧૨ એટલી પોતાની અશક્તિ સમજે છે. અને તેથી જ જ્ઞાની પુરુષને ભોગપ્રવૃત્તિ છે. પણ અભિપ્રાયની નથી કે આ સુખી થવાનો રસ્તો છે. એ અભિપ્રાય બિલકુલ નથી.
મુમુક્ષ:- જ્ઞાનદશા ન કરી હોય તો જ્ઞાનનું આવરણ થઈ જાય?
પૂજ્ય ભાઈશ્રી:- હા. જ્ઞાનદશામાં ન આવે તો જ્ઞાનને આવરણ આવતા આવતા અધોગતિમાં જાય, જાય ને જાય જ. ત્રસનો કાળ જ બે હજાર સાગર સુધીનો Maximum લીધો છે. કોઈપણ પ્રાણી ત્રસપર્યાયની અંદર ક્યાં સુધી રહે ? વધુમાં વધુ બે હજાર સાગર.બે હજાર સાગરમાં જ્ઞાનદશાન લીધી તો એ ગયો જસમજી લ્યો.
મુમુક્ષુ –એ તો વધુમાં વધુ.
પૂજ્ય ભાઈશ્રી:- વધુમાં વધુ. એ પહેલા પણ ચાલ્યો જાય. તીવ્ર રસ પરિણમે તો તીવ્ર આવરણ કરીને એ પહેલા એકેન્દ્રિય આદિમાં ચાલ્યો જાય. નહિતર બે હજાર સાગરે તો એની Limit પૂરી થઈ ગઈ. એનું કારણ એ છે કે જ્ઞાનને આવરણ કરતો જ જાય છે... જ્ઞાનને આવરણ કરતો જ જાય છે.
મુમુક્ષુ :- ચોવીસે કલાક પરવિષયની તો આરાધના ચાલે જ છે તો એના પરિણામ ભયંકર છે.
પૂજ્ય ભાઈશ્રી – ભયંકર છે. આવરણ આવતા જ જાય છે. એટલે તો જેને પૂર્ણતાનું લક્ષ હોય એ ક્ષણે ક્ષણે જાગૃત રહે છે કે આવરણ આવે છે... આવરણ આવે છે. આ ઈચ્છા થઈ તો આવરણ આવે છે, આની ઇચ્છા થઈ તો આવરણ આવે છે, પાછી આ ઇચ્છા થઈ તો આવરણ આવે છે. ઇચ્છા થાય પણ આવરણ આવે છે એની જાગૃતિમાં એને રસ તીવ્ર ન થાય, એની ઇચ્છા લંબાઈ નહિ. કે કાંઈ નહિ, આત્મા જ્ઞાતાદ છે. થઈ તો થઈ. આત્મા જ્ઞાતાદૃષ્ટા છે એનાથી ક્યાં સુધી ? ઇચ્છિત પદાર્થથી સુખ નથી. જ્ઞાનનો નય છે. જવાદો. ઈચ્છા લંબાવવી નથી. અને ઓલું તો એને પદાર્થન મળે ત્યાં સુધી) માથું ઠેકાણે આવે નહિ.
જેમ કૂતરા હડકાયા થાય છે કે નહિ? ગામડામાં જોયું હશે? એને માથામાં ઘૂરી ચડે એમ કહેવાય છે. ક્યાં જાય એની ખબર ન હોય. શેરીમાં જાય, ગામ બહાર જાય, વળી ગામમાં આવે, ગામમાં ક્યાં જાય એનો કાંઈ મેળ જનહિ. માથામાં ઘૂરી ચડી હોય ઘૂમ્યા જ કરે, બેસી શકે નહિ. એક ઠેકાણે બેસે નહિ. ભમ્યા જ કરે, ભમ્યા કરે. એમાં કોઈ સામુ મળે તો કરડી લે. કારણ વગર. એને કાંઈ કોઈ મારતું ન હોય તો પણ કરડી લે. કેમ કે એવગર એને માથું ઠેકાણે ન આવે.
એમ આ જીવને જ્યાં સુધી પદાર્થવિજ્ઞાનની ખબર નથી, સુખી-દુઃખી થવાના