________________
પત્રાંક-૫૯૧
૧૨૫ વખતે ઇચ્છા મટી જરૂર. નહિતર તો એમ કહે જુઓ ! આ ચોખો પ્રયોગ છે. ઇચ્છા મટી કેનમટી? ભૂખ લાગી અને ખાધું. ઇચ્છા મટી ગઈ. માટે આમ જ ઇચ્છા મટાડવી. તો કહે છે, નહિ. એ ઇચ્છા ચાલુ જ રહેવાની છે. જ્ઞાનીને એ સિદ્ધાંત નથી.
જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવું એટલે એની ઇચ્છા છૂટી જવી, રસ છૂટી જવો. એવી ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી... પેલા (અજ્ઞાની)વિરક્ત નથી થતા. એ વખતે ઇચ્છા બંધ થાય છે. પણ એમાં અભિપ્રાયમાં રસ ચાલુ જ રહે છે કે ઇચ્છાની આકુળતા આમ જ બંધ કરાય, બીજી રીતે બંધ કરાય નહિ. એટલે એ વિરક્ત નથી થતાં. જ્યારે જ્ઞાનીઓનો એ અભિપ્રાય નથી, એ સિદ્ધાંત નથી. એ રીતે એવિરક્ત થવા માટે પ્રવૃત્તિ કરતા નથી.
અને એમ જો પ્રવર્તવા જાય...” એ પ્રકારે જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે.' શું કહે છે? જે રીતે સંસારી પ્રાણી ઇચ્છાની નિવૃત્તિ માટે ઇચ્છિત પદાર્થને પ્રાપ્ત કરે છે, ઉત્સક પરિણામે એને ભોગવે છે અથવા આરાધે છે. આરાધ’ શબ્દ લીધો છે. છે તો વિરાધના છે તો આત્માની અપેક્ષાએ વિરાધના છે પણ તે પદાર્થની આરાધના છે. વિષયની આરાધના છે. એના પ્રત્યે એને બહુમાન છે. માટે દીન થઈને પણ એને મહત્તા આપે છે. શું કરે છે? આ મેળવવા માટે દીનતા કરે છે કે નહિ? જેની પાસેથી લાભ થવાનો હોય એની કેટલી દીનતા કરે છે? એ એનું આરાધન છે. એને મળતા તે એનું આરાધન છે. એનાથી જ્ઞાનને આવરણ થાય છે. આત્માને એનાથી આવરણ થાય છે. એ પ્રકારે પરપદાર્થને આરાધતા જીવને પોતાને સ્વભાવ ઉપર આવરણ આવ્યા વિના રહે નહિ. આ કેવી રીતે જ્ઞાનને ગુમાવે છે એ વાત છે).
મનુષ્ય હોય અને જીવજંતુમાં ચાલ્યો જાય છે એનું કારણ શું? મોટો દેવ હોય, દેવલોકનો મોટો ઋદ્ધિધારી દેવ હોય અને એકેન્દ્રિયમાં ચાલ્યો જાય છે એનું શું કારણ છે? કે એ વિષયોને આરાધતા એટલી મૂચ્છ ખાધી છે, જોર જોરથી મૂચ્છ ખાધી છે અને એ મૂચ્છથી એણે પોતાના જ્ઞાનને આવરણ કર્યું છે. એ આવરણ પ્રત્યક્ષ થઈ જાય છે. એકેન્દ્રિયમાં, બેઇન્દ્રિયમાં, ત્રણઈન્દ્રિયમાં ચાલ્યો જાય છે.
એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે.” અવશ્ય જ્ઞાનને આવરણ આવે, આવે ને આવે જ. “માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. જ્ઞાની પુરુષ તો એ પ્રવૃત્તિમાં છે. નીચેના ગુણસ્થાને. ચોથા અને પાંચમાં ગુણસ્થાનમાં મધ્યમ સુધી છે. તો કહે છે, છૂટી ન શકાય, પોતે એ સંયોગોથી છૂટી નથી શકતો એટલી પોતાની નબળાઈ સમજે છે.