________________
પત્રાંક-૫૯૧
૧૨૩ મૂચ્છ ખાય છે. શાશ્વત પદાર્થ છે એટલે નાશ થતો નથી. નહિતર ઉપરાઉપરી ક્ષણે ક્ષણે મૂચ્છ ખાય તો શું દશા થાય એ તો કહો? શારીરિક રોગમાં મૃત્યુ જ થાય. શરીરમાં ક્યાં બચવાનો ? શરીરમાં એટલી બધી મૂર્છા આવે, પાંચ-પાંચ મિનિટે મૂચ્છ આવે તો શું થાય? જીવન ન રહે. આ તો અનંતી જીવત્વશક્તિ અંદરમાં છે એટલે ટકી ગયો છે અને ટકી રહેશે. પણ દુઃખ અનંત છે. ક્ષણે ક્ષણે એને ભાવમરણનું દુઃખ અનંત છે. એટલે એ રીતે વિષય મૂચ્છ ફરીને ઉત્પન્ન નહિ થાય, એક વખત મૂચ્છ ખાધી એટલે ફરીને વિષયની મૂચ્છ ઉત્પન્ન નહિ થાય એમ નહિ બને. એ પરિસ્થિતિ નથી. પરિણામના વિજ્ઞાનની એ પરિસ્થિતિ નથી. તો શું પરિસ્થિતિ છે?
જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી.” જ્ઞાનદશામાં તે પદાર્થ શેય છે. શેય પદાર્થ હોવાથી એમાં જ્ઞાની આત્મા મૂચ્છ ખાતો નથી. સાથે સાથે એને પોતાના સ્વરૂપસુખની તૃપ્તિ પણ વર્તે છે. એને તો એકસાથે બે વાત છે. એક તો સ્વરૂપસુખથી તૃપ્ત પણ છે, બીજી બાજુ બીજા પદાર્થમાં થોડી મચકખાય છે તો પણ એ જ્ઞાનનું ય છે એ મુખ્ય પરિણમન છે, મચક ખાય છે એ ગૌણ પરિણમન છે. અને એથી કરીને એને પોતાનું ભાન ભૂલીને આકુળતા થતી નથી. અલ્પઆકુળતા થાય છે.
એ ક્રમે વિષયની ઇચ્છાઓ, પરપદાર્થની ઇચ્છાઓ એ ક્રમે નિર્મૂળ થવી સંભવે છે. કેવી રીતે નિર્મળ થાય ? લોકો શું સમજે છે? કે અમુક પદાર્થો માણસોને નથી મળતા માટે માણસો દુઃખી છે. પ્રાણીઓને દુઃખ કેમ છે? માટે તે તે પદાર્થોની ઉપલબ્ધિ અને થાય તો એનું દુઃખમટે. આપણી વ્યવસ્થા હોય તો દાન દઈને પણ એ પદાર્થ એને આપી દેવો. એટલે એનું દુઃખ મટે એનું દુઃખ કાયમ માટે નહિમટે. એ વખતે એ મૂચ્છિત થઈને થોડો હળવો થાશે. એની આકુળતા નહિ લંબાય. ઇચ્છા પૂરી થશે એટલે એ તો હળવો થશે, કષાય મંદ થશે. પણ એને વિષયમૂચ્છનો રોગ જાશે નહિ. એટલે એ મટાડવાનો કાયમી ઉપાય નથી. કાયમી ઉપાય તો એ છે કે જ્ઞાનદાન હોય તો દે તું. જો જ્ઞાનનું દાન દઈ શકાતું હોય તો જ્ઞાનદાન દે તું. એને જો આત્મિક શાંતિ ઉત્પન્ન થશે તો અવશ્ય ગમે તે પરિસ્થિતિમાં એ સુખી રહેશે. નહિતર ગમે તે પરિસ્થિતિમાં દુઃખી રહેવાનો જ છે. એક ચીજ મળી તો બીજી બે ચીજની ઇચ્છા ઊભી થાશે. બે મળી તો બીજી ચારની ઈચ્છા ઊભી થાશે. આમાંથી જીવ છૂટી શકતો નથી.
કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી.' વિષયનું એટલે વિષયસંબંધી ઇચ્છાનું નિર્મૂળ થવું સંભવતું નથી. પત્ર ગમે તેને લખ્યો છે પણ વાત બહુ પ્રયોજનભૂત છે. જીવને સુખી થવા માટે આ વાત સમજવી જરૂરી છે. “માત્ર ઉદય