________________
૧૩૦
રાજહૃદય ભાગ–૧૨ એનાથી સુખ છે એનો અભિપ્રાયપૂર્વક, વિશ્વાસપૂર્વક સુખના અનુભવમાં રસ પડ્યા વિના રહેતો નથી.
કેમકે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છેજે પ્રસંગો જીવોને બંધનનું કારણ થાય છે એ પ્રસંગોમાં જ્ઞાનીપુરુષને પસાર થવું પડે ત્યારે એ કેટલી જાગૃતિ અને પુરુષાર્થમાં હોય છે. એ જો Picture ઉતારીને પડદા ઉપર દેખાડી શકાતું હોય તો ખબર પડે એવી વાત છે, કે જ્ઞાની પુરુષ કેટલો પુરુષાર્થ કરે છે ! જેની નજર ત્યાં સુધી જાય છે એ તો એને નમી પડે છે. નમીને કેમ વંદન કરે છે ? કે એ એ વખતે પણ હારતા નથી, પરાજીત થતા નથી. એ જીતે છે. પણ એને પરિશ્રમ પડે છે. પુરુષાર્થનો પરિશ્રમ થાય છે ત્યારે જીતે છે, એમનેમ જીતતા નથી.
કેમકે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે,” હજી તો વાંચતો થયો છે, વિચારતો થયો છો, વાંચતો થયો અને વિચારતો થયો છે. “એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.” વિષયને આરાધતા આરાધતા જીતી લે (એ) એનું કામ નથી. એટલા માટે એ મુમુક્ષુને પહેલેથી વૈરાગ્ય-ઉપશમમાં લાવે છે એનું કારણ એ છે.
મુમુક્ષુ વર્તમાન પરિસ્થિતિનું બહુ સરસ વર્ણન કર્યું છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. તું પહેલેથી જ આ Practice કરતો જા. પહેલેથી જ વિરકતતા, ઉદાસીનતાને સેવતો જા. પહેલા તું આ ઉપદેશબોધને અંગીકાર કરી લે તો તને સહેલું પડશે. નહિતર જ્ઞાનીઓને જે વાત અઘરી પડી છે એ તને ક્યાંથી સહેલી થવાની હતી? તને તો આવરણ થયા વિના રહેશે નહિ.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો સ્વરૂપસ્થિરતામાં વિશેષપણે રહે છે. મુનિરાજ છે, ખાસ કરીને તપ છે એ તો મુનિદશાનો વિષય છે અને એકદમ સ્વરૂપની સ્થિરતામાં રહેતા વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી. આહાર ટાણે આહારનો વિકલ્પ ન થાય. નિરોધ એટલે સહેજે ઉત્પનન થવું, એને નિરોધ કહે. એવી દશાનેતપ કહેવામાં આવે છે.
મુમુક્ષુ-મુમુક્ષુદશામાં ઉત્પન્ન ન થાય? પૂજ્ય ભાઈશ્રી – ના. મુમુક્ષુદશામાં એવું નથી થતું. મુમુક્ષુની એવી સ્વરૂપસ્થિરતા ક્યાં છે?
મુમુક્ષુ -એટલે એનો અભ્યાસ કરવો. પૂજ્ય ભાઈશ્રી:- એમાં શું છે કે પોતે સમજીને નિરસ થઈ શકે છે. રસ ક્યાં આવે?