________________
પત્રાંક-૫૮૮
૧૧૧ એમ બોલતો ફરે અને કહેતો ફરે અને એવા વિકલ્પ કર્યા કરે એથી કાંઈ એ દશાનો લાભ થતો નથી.
એની મુખ્યતા જો કરે છે અથવા જેને કરવી છે, કરવાયોગ્ય છે એવું લાગે છે એને આ વાત જરા વધારે વિચારવા યોગ્ય છે. એ યથાતથ્ય પ્રગટે નહિ ત્યાં સુધી જિજ્ઞાસામાં રહીને એણે યથાર્થ નિર્ણય કર્યો હોય, પછી પ્રગટ થાય, પછી એની માન્યતા બરાબર ગણાય કે હવે પોતાને પરમાત્મસ્વરૂપ માને છે તે સમ્યફ છે. નહિતર માન્યતા અસમ્યફ અને હું પરમાત્મા છું એવી રીતે પોતાને પ્રગટપણું નહિ હોવા છતાં માની બેસે ત્યારે એ બીજું કેટલુંક મોટું નુકસાન કર્યા વિના રહે નહિ.
એટલે એ માર્ગદર્શન બહુ મહત્ત્વનું આપ્યું છે કે જ્યાં સુધી એ દશા પ્રગટે નહિ ત્યાં સુધી મુમુક્ષુએ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે એટલે કલ્યાણકારક છે. “અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે.” પરમાત્મસ્વરૂપની જિજ્ઞાસામાં રહેતા પરમાત્મદશા પ્રગટ માને પરિસ્થિતિ અથવા અવસર આવશે. જે માર્ગ મૂકીને..” હવે એ રીત છોડીને, એ રીત છોડીને. માર્ગ એટલે ઉપાય. એ ઉપાય છોડીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. પોતાના મૂળ સ્વરૂપને વિષે જિજ્ઞાસુપણું રહ્યા વિના એમનેમ માની લેતા એ પરમાત્મપણાનું ભાન થતું નથી. એ તો પોતાનું મૂળ પદ છે પણ એ પદનું ભાન નથી થતું.
તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે.' નુકસાન શું થશે? કે જે ખરેખર પરમાત્મા થયા એની અશાતના કરશે, એનો અવિનય કરશે. કેમ ? કે તમે પણ પરમાત્મા અને હું પરમાત્મા જ છું. પછી પરમાત્મા-પરમાત્મા વચ્ચે તો વંદ્ય-વંદક ભાવ હોય નહિ, વિનય કરવાનો પ્રશ્ન રહેતો નથી, ભક્તિ કરવાનો પ્રશ્ન રહેતો નથી, બહુમાન કરવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એ પદનું ભાન થયા વિના, જિજ્ઞાસાપૂર્વક એ પદનું ભાન થયા વિના શું વિપરીતતા થશે? કે જે શ્રી જિન વીતરાગ સર્વજ્ઞપુરુષો થયા તેમની અશાતના કરવારૂપ પ્રવૃત્તિ થયા વિના રહેશે નહિ. સર્વદેવી-દેવતત્ત્વની વિરાધના કરશે. અશાતના કહો કે વિરાધના કહો. પછી એમાં ગુરુની વિરાધના આવી ગઈ, એમાં શાસ્ત્ર સિદ્ધાંતની વિરાધના આવી ગઈ, સપુરુષની તો એમાં વિરાધના આવી જગઈ. એ પરિસ્થિતિ આવશે.
બીજો મતભેદ કંઈ નથી.” આ સિવાય બીજી મારે વાત કરવાની નથી. આ વિષયમાં આટલો મતભેદ છે. આત્મા સ્વરૂપે કરીને પરમાત્મા હોવા છતાં આટલો મતભેદ આની અંદર છે. બીજી વાતનો મતભેદ નથી. એટલે પરમાત્મપણું) પ્રગટ્યા