________________
૧૧૪
રાજહૃદય ભાગ-૧૨
તથાપિ જ્ઞાનીપુરુષના સમાગમ, ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યા વિના આત્મવિરોધ થવા સંભવ છે.’ નિશ્ચય કરવામાં કાંઈક ભૂલ થઈ જશે. એમાં શું ભૂલ થાય છે ? કે જે કોઈપણ રચનારા છે, વેદાંત શાસ્ત્રોના પણ કોઈ રચનારા એ પંથના પણ કોઈ મહાપુરુષો હોય છે ને ? તો એણે વૈરાગ્ય-ઉપશમ તો બહુ સારો બોધ્યો છે. આવો જેણે વૈરાગ્ય-ઉપશમ બોધ્યો એના સિદ્ધાંત ઉપર તમે વિશ્વાસ મૂકી દેશો. એક માણસ નિર્દોષ થવાની વાત કરે, તો એ નિર્દોષ થવા માટેનો સિદ્ધાંત કહે એના ઉપર વિશ્વાસ મૂકવાનો પ્રસંગ આવી જશે. કેમકે એને તો કાંઈ જોતું નથી. એ તો ત્યાગી છે. અને આત્માની નિર્દોષ થવાની વાત કરે છે. એટલે એની સૈદ્ધાંતિક વાત ઉ૫૨ પણ વિશ્વાસ મૂકી દેવાનો પ્રસંગ આવી જશે. એટલે એ સૈદ્ધાંતિક વાત તો બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષના સમાગમ અને ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કરો તો વધારે સારું છે. નહિત૨ જોખમ છે. જોખમ શું છે કે તમારા આત્માનો તમે વિરોધ કરશો. એ પરિસ્થિતિમાં આવી જશો. નિર્ણયની ભૂલ થાશે. સ્વરૂપનિશ્ચયની ભૂલ થઈ જશે.
એટલે એમને તો ખાસ કરીને આ વાત લીધી છે. આ સિદ્ધાંતિક વાત સત્પુરુષના સમાગમે સમજવી, સત્પુરુષ પાસેથી સીધી સમજવી. સત્પુરુષનો સમાગમ ઉપાસતા ઉપાસતા સમજવી. પોતાની મેળે એમાં નિર્ણય ક૨વા જતાં ગોથું ખાવાની વધારે પરિસ્થિતિ ઊભી થાશે. આ એક જ્યાં Danger point છે ત્યાં ધ્યાન ખેંચ્યું છે કે આ જોખમી જગ્યા છે. આ જગ્યાએ સંભાળીને ચાલજો, નહિતર મુશ્કેલી ઘણી થશે. મુશ્કેલી એ થશે કે આત્મવિરોધ થવાનો સંભવ છે. સ્વરૂપનો જ વિરોધ કરશે. સિદ્ધાંતિક બાબતમાં જુદા જુદા પત્રોમાં આ પ્રકારનો સંકેત મળે છે. એમની વાણીમાં આપ્રકારનો સંકેત મળે છે. સિદ્ધાંતનો વિષય પોતાની મેળે સમજવો નહિ.
સિદ્ધાંતિક શાસ્ત્રો જ્ઞાનીપુરુષની આજ્ઞાએ વાંચવા, આજ્ઞાએ સમજવા. સમાગમમાં સમજવા, પ્રત્યક્ષ યોગમાં સમજવા. ઘરે બેસીને એનું અધ્યયન કરીને નિર્ણય ઉપર આવવું નહિ. કેમકે એમાં બહુ યોગ્યતા માગે છે. યોગ્યતા વગર સિદ્ધાંતજ્ઞાન છે એ શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે છે એ વાત એમણે કરી છે. અનઅધિકારી જીવના હાથમાં સિદ્ધાંત શાસ્ત્રો જતા એ શાસ્ત્રો એને શાસ્ત્રરૂપ નહિ થતા શસ્ત્રરૂપ થઈ પડે છે. સોનાની છરી બનાવે અને ભેટે બાંધે તો શોભે કે ભાઈ ! સોનાની છરી બાંધીને નીકળ્યા છે. એ ભેટે બાંધે પણ પેટમાં ખોસી દેવાય નહિ. ભેટે બાંધે પણ પેટમાં ખોસી દેવાય નહિ. ભેટને પેટ તો નજીક નજીક જ છે ને ? ઉ૫૨ બાંધે ત્યાં સુધી વાંધો નહિ પણ અંદર ખોસી દે તો ? સોનાની છરી તો સારી હોય ને. એ પેટમાં ખોસવા નથી,