________________
પત્રાંક-પ૯૦
૧૧૯ અને નજીકતામાં આવ્યા છે એને જણાવવા વિષે તો મનમાં વાત રહ્યા કરે છે. “પ્રસંગોપાત્ત કંઈ વિચાર લખો તેમાં અડચણ નથી.” તમે તમારા તરફથી જે જ્ઞાનવાર્તા છે એ ચાલુ રાખો એમાં કોઈ વાંધો નથી. હું મારી side સંભાળું છું એમ કહે છે. તમે તમારી ચાલુ રાખજો. હું તો મારી મર્યાદામાં જે રીતે છે એ મર્યાદામાં તમને ક્યારેક જવાબ લખીશ, ક્યારેક જવાબ નહિ લખું, એમ કહેવું છે. પણ તમે તમારી રીતે કોઈ વાત છેડવી હોય તો છેડતા રહેજો. એનો કોઈ પ્રતિબંધ નથી. અડચણ નથી એટલે એમાં ના કહેવાનું કારણ નથી, એમ કહે છે. જિજ્ઞાસાને રોકવાની વાત નથી, જિજ્ઞાસાને બંધ કરવાની વાત નથી. ઉત્તર દેવામાં અવશ્ય એ બાબતમાં મર્યાદા ચોક્કસ છે, પણ એ તો મારા તરફનો વિષય છે. તમારે તો જિજ્ઞાસામાં રહેવામાં વાંધો નથી. (અહીં સુધી રાખીએ...)
ઘણું કરીને સર્વ ધર્મમતમાં સદ્દગુણનો આદર અને અવગુણનો અનાદર માન્ય છે અને તદર્થે સર્વધર્મમાં સ્વમતી પ્રમાણે પ્રતિપાદન પણ જોવામાં આવે છે. પરંતુ આ પર્યાય આશ્રિત બોધ ગ્રહણ કરતાં, દ્રવ્યદૃષ્ટિના અભાવમાં પર્યાયમાં જે તે ગુણ પ્રહણ થતાંની સાથે જ, પર્યાય દૃષ્ટિને લીધે, તેનું અહમ્ પણ સાથે થઈ આવે છે, જે અનિવાર્યપણે થાય છે, તેનું નિવારણ કેમ થાય ? તે તરફ સમ્યફ જ્ઞાન વિના સમજી શકાય તેવું નથી. તેથી જ જિનમાર્ગને વિષે સમ્યકત્વના મહિમાનું અલૌકિક પ્રતિપાદન છે. તેવું અન્યમાં તે વિષયનું ક્યાંય પ્રતિપાદન નથી.
(અનુભવ સંજીવની-૧૪૧૧)
જૈન શાસ્ત્રના ઉપદેશ બોધને ગ્રહણ કરવામાં પણ સમ્યફપણે’ પર્યાયનું અહમ્ ન થાય-ન થઈ જાય, તેવી સાવધાની રહેવી આવશ્યક છે, નહિતો અન્યમતની જેમ એકાંત થઈ, પર્યાય ઉપરનું વજન અસંતુલિત થઈ, સમ્યકત્વથી દૂર જવાનું બને છે અને પયયનું અહમ્ ઉત્પન્ન થાય છે, દર્શનમોહની વૃદ્ધિ થાય છે.
(અનુભવ સંજીવની-૧૪૧૨)