________________
૧૦૯
પત્રાંક-૫૮૮ છે અને કઈ જાતનો છે એનું કાંઈ પ્રયોજન ખરું? બ્રાહ્મણ હોય તો ઊંચી જાતનો હોય. એ ગમે તે હોય પણ એની સાથે કાંઈ સંબંધ નથી. કેમકે પ્રયોજન એટલું જ છે. એટલે એણે બધું જાણ્યું એમ કહી દીધું ખરેખર.
અથવા અગિયાર અંગ અને ચૌદ પૂર્વના બધા ન્યાયો એ બધાના ન્યાયોનો ન્યાયાધીશ-નયાધીશ એની દૃષ્ટિના કબજામાં છે. સમ્યગ્દષ્ટિની દૃષ્ટિના કબજામાં આવેલો છે. એટલે પછી એને બધા શેયોના જ્ઞાનની લબ્ધિ એની પાસે છે. કેવળજ્ઞાનની પણ લબ્ધિ છે. માટે બધું જાણે કેવળજ્ઞાન બધું જાણે છે તો કેવળજ્ઞાનની લબ્ધિ છે માટે બધું જાણ્યું. એમ લઈ લીધું.
નયો અનંતા છે. કેમકે આત્માના ગુણધર્મો પણ અનંતા છે. અને જ્યારથી નયજ્ઞાન પ્રગટે છે ત્યારપછી અનંત સમયનું આયુષ્ય જ હોતું નથી. જોકે એક નયનો ઉપયોગ અસંખ્ય સમયનો છે. પણ એક સમયનો ઉપયોગ હોય તોપણ અનંત ધર્મને જાણવા માટે અનંત સમય જોઈએ. કેમકે ક્રમથી જાણે. નયજ્ઞાન ક્રમથી પ્રવર્તે છે. એનો અર્થ એ થાય છે કે કોઈ સાધકને અનંત નવો પ્રગટતા નથી. અનંત નયોનો ઉપયોગ તે સાધકને થતો નથી. કેટલાક મર્યાદિત નયોનો ઉપયોગ થાય છે. નથી થતો છતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે એનો અર્થ શું? કે એનો અર્થ એ છે કે એ નયોનો ઉપયોગ થવાનું પ્રયોજન પણ એને નથી. જો પ્રયોજન હોત તો સાધકદશામાં ખામી આવે. માટે એને પ્રયોજન પણ નથી. બાર અંગને પણ અનંત નયો આવે છે. બાર અંગનું જ્ઞાન પણ મર્યાદિત છે. બાર અંગનું જ્ઞાન ભગવાનની દિવ્યધ્વનિના અનંતમા ભાગે છે. અને ભગવાનની દિવ્યધ્વનિ કેવળજ્ઞાનના અનંતમા ભાગે છે. તો પછી છઘસ્થને તો એ બાજુનો કાંઈ વિચાર કરવાનો રહેતો નથી.
એટલે એ કહ્યું, કે જેને આત્મજ્ઞાન કરવા યોગ્ય છે એવો નિશ્ચય આવશે અને એ પણ સાથે સાથે નિશ્ચય આવશે, કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. આ નિશ્ચય સાથે સાથે થશે. જો આ નિશ્ચય ન થાય તો ઓલો આત્મજ્ઞાનનો નિશ્ચય પણ એને થયો નથી એમ લેવું.
હવે એક બીજી વાત કરે છે કે, “સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી.” બાર અંગમાં મૂળ વાત એ છે કે બધા જીવો સ્વરૂપપણે તો પરમાત્મા છે. કોઈ જીવ ઓછો નથી, કોઈ જીવ અદકો નથી. ભવી-અભવીનો પણ એમાં કોઈ પ્રશ્ન નથી. શુદ્ધ પારિણામિકભાવને જોવામાં આવે તો બધા જીવો શુદ્ધ પારિણામિકભાવે રહેલા છે. નિગોદનો જીવ, સિદ્ધ પરમાત્માનો જીવ, સંસારી જીવ, મનુષ્યનો જીવ, કોઈપણ જીવ