________________
૧૧૦.
ચજહૃદય ભાગ-૧૨ શુદ્ધ પારિણામિકભાવે એકસરખા છે. ભવિ-અભવિ પરિણામિક હોવા છતાં તે અશુદ્ધ પારિણામિક છે, એ શુદ્ધ પારિણામિક નથી. એ તો ૩૨૦માં આચાર્ય મહારાજે સ્પષ્ટ કર્યું છે.
મુમુક્ષુ:- બધા પરમાત્મા આવ્યા છે? પૂજ્ય ભાઈશ્રી - બધા પરમાત્મા છે. સ્વરૂપે કરીને બધા પરમાત્મા છે. કોઈ ઓછા-અદકા નથી.
મુમુક્ષુ વીતરાગ સિવાય કોણ કહે આ વાત?
પૂજ્ય ભાઈશ્રી:- જેણે આત્મા જાણ્યો છે એ કહે છે, આત્મા અનુભવ્યો એ કહે. મારી જાતના જ બધા આત્મા છે. હું જેવો એવા બધા સ્વરૂપે, હોં! મૂળ સ્વરૂપે. પર્યાયે હું જેવો એવા બધા એમ વાત નથી. સ્વરૂપે હું જેવો એવા જ બધા આત્માઓ છે. '
તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી.” તો પછી આમાં શું થયું છે કે સિદ્ધાંત શાસ્ત્રો વાંચતા થયા છે. “સમયસાર આદિ સિદ્ધાંત શાસ્ત્રો મોકલ્યા છે ઈ વાંચતા થયા છે. એમાં આત્મા સ્વરૂપે કરીને પરમાત્મા છે એમ જાણવા મળ્યું. તો કહે, હું પરમાત્મા થઈ ગયો. હું પરમાત્મા એમ એક વિકલ્પમાં માનવાનું શરૂ કર્યું. અને એ રીતે દેવકરણજી કોઈ વાત વાતની અંદર પોતાના પરમાત્મપણાની વાત કરતા હશે. તો કહે છે, તે વાત કેવળ અસત્ય નથી, તે વાત અસત્ય નથી. સ્વરૂપે તો એ વાત બરાબર છે. “પણ....' પણ કરીને હવે વાત કરે છે. તેની મર્યાદા શું છે?
પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં. જેવું સ્વરૂપ છે એવું પોતાને દૃષ્ટિમાં અને જ્ઞાનમાં પ્રગટપણે અનુભવગોચર થાય નહિ ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. એણે એવિષયમાં જિજ્ઞાસુ રહેવું. પરમાત્મપણું શ્રીગુરુએ તો કહ્યું કે તું પરમાત્મા છો પણ મને એવો અનુભવ નથી થતો તો હું પરમાત્મા કેવી રીતે છું? એની જિજ્ઞાસા પહેલા રહેવી જોઈએ. કીધું એટલે માની લીધું એ ઓઘસંજ્ઞાએ માન્યું. શાસ્ત્ર કહે છે, શ્રીગુરુ કહે છે, તને માનવામાં વાંધો શું છે? તો માન્યું. પણ માન્ય એમાં ઓઘસંજ્ઞાએ માનતા નુકસાન થાશે, ઊલટું થાશે. એની અંદર જે ફળ આવવું જોઈએ તે ફળ આવશે નહિ.
કેમકે એ પરમાત્મપણું પ્રગટ થાય છે ત્યારે આત્માની, પરમાત્મસ્વરૂપમાં રહેલી જે શાંતિ છે એ શાંતિ પ્રગટે છે. અને જીવને પ્રયોજન તો સુખ-શાંતિનું છે. સુખ-શાંતિનું પ્રયોજન હોવા છતાં એપ્રયોજનનો તો ખ્યાલ કરે નહિ અને હું પરમાત્મા છું, હુંસિદ્ધ છું