________________
૧૦૬
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ :– અહીં પણ પહેલા પાને જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું' નિગ્રંથ પ્રવચન (લખ્યું છે). ‘શ્રીમદ્’ ના પુસ્તકના પહેલા પાને.
પૂજ્ય ભાઈશ્રી :– હા, પૂઠા ઉપર છે. બે જગ્યાએ છાપ્યું છે. Title ઉ૫૨ છે. મુમુક્ષુ :- આચારાંગ સૂત્રને વાંચવાવાળા બધો અભ્યાસ તો કરે પણ આ પહેલું પદ છે એ જ ભૂલી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :– પહેલું પદ ભૂલે છે, નિશ્ચય થવામાં ભૂલ થઈ છે એમ કહે છે. આત્માનો નિશ્ચય કરવામાં, નિર્ણય કરવામાં જીવોએ અનાદિથી ભૂલ કરી છે, એમ કહેવું છે.
પહેલા વાક્યમાં એવો જે ઉપદેશ કર્યો છે તે સર્વ અંગના,...' એટલે બારે અંગના સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વસ્વરૂપ છે.’ પહેલું વાકચ જ એવું છે. કરોડો શ્લોક કહ્યા એમાં પહેલું વાક્ય આવું મુદ્દાનું કહી દીધું સામાન્ય રીતે પદ્ધતિ એવી હોય છે. પરમાગમોમાં પણ એવી પદ્ધતિ છે. જેમકે ‘સમયસાર’ લઈએ. પ્રથમ જે ગાથાઓ છે એની અંદર આખા સમયસારની પીઠિકા શરૂઆતની ગાથાઓમાં બાંધી દીધી. પછી એનો વિસ્તાર કર્યો છે. ૧૧ ગાથાની અંદર લગભગ પીઠિકા બાંધી લીધી છે પછી બધો વિસ્તાર શરૂ કર્યો છે.
તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે,...' એટલે બારેય અંગના શ્રુતજ્ઞાન છે, બારેય અંગનું શ્રુતજ્ઞાન છે એના સારરૂપે છે. મોક્ષના બીજભૂત છે...' મૂળ કહેતાં એની આગળ ગયા. મૂળ પણ જેમાંથી ઉત્પન્ન થાય છે એવા બીજભૂત છે. અને “સમ્યક્ત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે.....’ વાત તો બીજભૂત કરી દીધી પણ જીવને એ વાત બીજભૂત છે એમ લક્ષ જતું નથી. વાત તો શ્રુતજ્ઞાનની સામે આવે છે પણ પોતાનું લક્ષ જતું નથી કે આ વચનનું કેટલું મહત્ત્વ છે. મારા માટે આ વચનનું કેટલું મહત્ત્વ છે ? એ પોતાનું ધ્યાન જતું નથી, લક્ષ જતું નથી એટલે એના ઉપર વજન આવતું નથી.
‘સમ્યક્ત્વસ્વરૂપ છે. તે વાકચ પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી.’ આ બીજો સરવાળો માર્યો કે જીવ જો એક વાક્ય ઉપર ઉપયોગને વધારે સ્થિર ક૨શે એટલે એના ઊંડાણમાં જશે, એ વચનના ઊંડાણમાં જશે કે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. તો સર્વપ્રથમ આત્મા જાણવાનો છે. આત્મા જાણવા માટે (શું કરવું) ? આત્મા જાણવા માટે જ્ઞાનીપુરુષના સમાગમ અને જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના,