________________
૧૦૫
પત્રક-૫૮૮
મુમુક્ષુ – ધ્યેય બાંધવાવાળો પૂર્ણતાનો વિશ્વાસ કરે છે ત્યારે Automatic જ સંયોગોનો વિશ્વાસ ઊડી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી – એ તો છે. પોતે જપૂર્ણ છે એમ જ્યાં આવે છે ત્યાં પછી અપેક્ષા નથી રહેતી. કોની અપેક્ષા રહે? પોતાને પૂર્ણતામાં કોની અપેક્ષા રહે? અને અપેક્ષા રહે તો પૂર્ણતા કેવી રીતે સ્વીકારી છે? પૂર્ણતામાં તો જગ્યા નથી. કાંઈ આવવાની, કાંઈ રહેવાની કે પ્રાપ્ત કરવાની જગ્યા નથી. એ પૂર્ણ સ્વરૂપનો વિશ્વાસ છે. પૂર્ણદશા તો પ્રાપ્ત કરવાની છે. પ્રાપ્ત કરવાયોગ્ય છે એમ વાત છે.
હવે કહે છે, “આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે.” આત્મસ્વરૂપનો નિર્ણય કરવામાં અનાદિથી જીવે ભૂલ કરી છે. નિર્ણય કરવા માટે શાસ્ત્રો વાંચ્યા છે, નિર્ણય કરવા માટે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો છે પણ નિર્ણય કરવામાં ભૂલ થતી આવી છે. આ એક વિષય ગંભીર છે, સમજવા યોગ્ય છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવા દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું “આચારાંગસૂત્ર છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદેશમાં પ્રથમ વાક્ય જે શ્રી જિને ઉપદેશ કર્યો છે....” શું કહે છે ? બાર અંગમાં પહેલું આચારાંગ છે. આચારાંગ, સૂત્રકૃતાંગ પછી એવી રીતે બધા અંગ પૂર્વ શરૂ થાય છે. એટલે સૌથી ઓછા શ્લોક આચારાંગમાં છે. પછી એથી બમણા સૂત્રકૃતાંગમાં છે અથવા સૂયગડાંગ અને કહે છે. એથી બમણા ત્રીજામાં, એથી બમણા ચોથામાં એવી રીતે બારે અંગ છે. એમ થતાં કરોડો શ્લોક થાય છે. આચારાંગમાં પ૧ હજારથી અધિક શ્લોક છે. અત્યારે આચારાંગ છે એમાં એટલા નથી.
મૂળ જે ભગવાનનો આચારાંગ છે, ગણધરદેવનો રચેલો, એમાં પ૧ હજારથી પણ વધારે શ્લોક છે. પહેલા અંગમાં એટલા છે તો બીજા અંગમાં એક લાખથી વધારે છે. ત્રીજામાં બે લાખથી વધારે છે, ચોથામાં ચાર લાખથી વધારે છે, પાંચમામાં આઠ લાખથી વધારે છે, છઠ્ઠામાં સોળ લાખથી વધારે છે, પાંચમાં ૩૨ લાખ, આઠમામાં ૬૪, નવમામાં ૧૨૮ લાખ કરોડ ઉપર ગયા. એ રીતે દસમામાં એથી Double, અગિયારમામાં એથી Double, બારમામાં એથી Double. કરોડો શ્લોકો છે. બાર અંગની અંદર કરોડો શ્લોક છે. એમાં પહેલા સ્કંધમાં, પહેલા અધ્યયનના, પહેલા ઉપદેશના પહેલા વાકયે શ્રી જિને ઉપદેશ કર્યો છે. ઘણું કરીને પહેલું વાક્ય આ છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. “નો છi ગાગરૂસો સવં ગાબડું ઘણું કરીને આચારાંગનું પહેલું સૂત્ર છે.