________________
૧૦૪
રાજહૃદય ભાગ-૧૨
નથી અને ઉચ્ચ કોટીના જે પરમજ્ઞાની છે એમને પણ કર્તવ્ય નથી. પરમજ્ઞાની એટલે ઉચ્ચ કોટીના જ્ઞાની. જો ઉચ્ચકોટીના જ્ઞાનીને કર્તવ્ય નથી તો પછી નીચે ચતુર્થ ગુણસ્થાનવાળા જ્ઞાનીને તો એનો વિશ્વાસ કર્તવ્ય નથી એમ કહેવાની જરૂર પણ રહેતી નથી.
મુમુક્ષુ :– અંદર એવી યોગ્યતા છે આપ કહેવા માગે છે ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, યોગ્યતા પડી છે. જો એના સત્તામાં કર્મ પડ્યા છે એ દ્રવ્યકર્મની સત્તા છે તો જીવની સત્તામાં એવા ભાવ થવાની યોગ્યતા પડી છે. બેયની સત્તા લેવી. ઉદય લ્યો તો બેયનો ઉદય લ્યો. નિર્જરા લેવી તો બેની નિર્જરા લેવી.
મુમુક્ષુ ઃ– એટલે ગૂઢ ભાષામાં સંયોગના વિશ્વાસની વાત કરી ?
=
પૂજ્ય ભાઈશ્રી :– એટલે વાત કરી કે કોઈ સંયોગનો પરમજ્ઞાનીએ પણ વિશ્વાસ કર્તવ્ય નથી, તો જ્ઞાની તો હજી ઊભા થયા છે. મોક્ષમાર્ગમાં પહેલું પગલું માંડ્યું છે. એને તો કોઈ સંયોગનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. એટલે મને વાંધો નથી એ પ્રકાર જ્ઞાનદશામાં નથી. મને જ્ઞાન થયું છે, હવે હું ભાવે ભિન્ન પડ્યો છું એટલે મને આ સંયોગોનો વાંધો નથી અને એ સંયોગ આશ્રિત મારા પરિણામ નહિ બગડે એવો વિશ્વાસ કરવા જેવો નથી. અથવા એ પ્રકારે કોઈ વિશ્વાસ કરે છે તો તે અવશ્ય ધોખામાં રહે છે, એને નુકસાન થઈ જાય છે.
મુમુક્ષુ :– મુમુક્ષુએ શું કરવું ?
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુને તો કહેવાની જરૂર જ ન રહી કે એણે કોઈ સંયોગોનો વિશ્વાસ કરવાનો રહે છે. જ્યારે જ્ઞાનીને ના પાડે છે, પરમજ્ઞાનીને ના પાડે છે. વાત તો ઉત્કૃષ્ટ કરી દે છે. પરમજ્ઞાની કહેતા જ્ઞાની પણ આવી ગયા અને એના પેટા ભેદમાં મુમુક્ષુ પણ આવી ગયા. હજી તો મુમુક્ષુ છીએ કે કેમ એ તો પહેલો વિચાર કરવો જોઈએ. એમ કેમ ? વિચાર કરીને નક્કી કરવું. એ કહેવાથી કાંઈ થાય એવું નથી. નક્કી તો પોતે કરવાનું છે. સાચી મુમુક્ષુતા આવી છે કે કેમ ?
મુમુક્ષુ :– સાચી મુમુક્ષુતા આવે તો નિયમથી મોક્ષ થાય, થાય ને થાય જ. એવું કહેવું છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. એને મોક્ષમાર્ગ મળે અને એ મોક્ષમાર્ગમાં આગળ વધીને (પૂર્ણ) શુદ્ધ થયા વિના રહે નહિ. જેણે એ ધ્યેય બાંધ્યું છે એ મુમુક્ષુ છે અને ધ્યેય બાંધ્યું છે એ ધ્યેય સુધી પહોંચશે. કેમકે એ કોઈ બીજાની વાત નથી, પોતાની જ દશા છે, કંઈ પરાધિન નથી. મોક્ષમાર્ગ પરાધિન નથી, મોક્ષ પણ પરાધિન નથી.