________________
૧૦ર
રાજહૃદય ભાગ-૧૨
પત્રાંક-૫૮૮
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, ૧૯૫૧ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળપ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.
આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું “આચારાંગસૂત્ર છે, તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યકત્વસ્વરૂપ છે. તે વાકય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસનાવિના જીવસ્વચ્છંદેનિશ્ચય કરતે છૂટવાનો માર્ગ નથી.
સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્યપ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદકંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે.
આ. સ્વ. પ્રણામ.
૧૬-૧ર૧0. પત્રક અ૮૮ થી ૫૦૦
પ્રવચન ને ર૭૩.
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર ૫૮૮, પાનું-૪૬૦. લલ્લુજી' મુનિ ઉપરનો પત્ર છે. પત્રના મથાળામાં વીતરાગદેવને નમસ્કાર કર્યા છે. વીતરાગદેવે કેવો ઉપદેશ