________________
૯૮
રાજહૃદય ભાગ-૧૨ એકવાર ભાવે છૂટી જા પછી દ્રવ્ય ભલે હો એનો વાંધો નથી એમ નથી કહ્યું. કયાંક કહ્યું હોય તો કોઈ હેતુથી મર્યાદિત કહ્યું હોય એ બીજી વાત છે. ” દોષ મટાડવા માટે, પોતાના દોષને સ્વીકારવા માટે. પણ ફરી ફરીને ભલામણ તો એ જ કરી છે કે, ભાવે છૂટ્યો હોય તો દ્રવ્ય પણ છૂટછે અને દ્રવ્ય છૂટવું હોય તો ભાવે છૂટવા માટે દ્રવ્ય છૂટજે. પણ બંનેથી છૂટવાની વાત છે. ક્યાંય વળગવાની વાત નથી.
અને તે સંયોગનો વિશ્વાસ... વિશ્વાસ એટલે શું? મને કાંઈ વાંધો નહિ આવે. હું જાગ્રત છું, હવે મને વાંધો નહિ આવે. ભલે ગમે એટલો પરિગ્રહ હોય મારે નહિ વાંધો આવે. ચક્રવર્તીને હોય છે એને વાંધો નથી આવ્યો. મને પણ વાંધો નહિ આવે. એના કરતાં ઓછો છે. એ વિશ્વાસ કરવાની મુમુક્ષુને તો હા પાડી નથી, જ્ઞાનીને તો હા પાડી નથી પણ પરમજ્ઞાનીને હા પાડી નથી. શું કહ્યું? પરમજ્ઞાનીને ના પાડી છે કે નહિ, એનો વિશ્વાસ નહિ કર. “એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે...” એવો ચોક્કસ માર્ગ કહ્યો છે.
તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. અહીંનીચે પત્રાંક ૫૮૮માં) ભક્તિ શબ્દ વાપર્યો છે. મથાળું બાંધ્યું છેને? અત્યંત ભક્તિથી નમસ્કાર છે. નિશાળમાર્ગને અખંડ માર્ગ શબ્દ વાપર્યો છે. એટલો ફેર પડ્યો છે. જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યાં છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. તમે જે આજના પત્રમાં પ્રશ્નો પૂછ્યા છે એ રૂબરૂમાં પૂછજો. એટલે આ પત્રમાં એમણે ઉત્તર નથી આપ્યો.
‘દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો...” દૃષ્ટાંતથી સિદ્ધાંત સમજાવવા માટેના, આત્માને સમજાવવા માટેના જે દગંતો છે એમાં દર્પણ છે, દીપક છે, જળ છે, સૂર્ય છે અને ચહ્યું છે. ચક્ષનું દગંત (“સમયસાર' ગાથા) ૩૨૦માં વાપર્યો છે. ચક્ષુ તો જાણે જ છે. એમ જ્ઞાન તો જાણે જ છે. સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તેના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે. આ સ્વપપ્રકાશક ઉપરના દૃષ્ટાંતો છે. જેમ દર્પણમાં પ્રતીબિંબ પડે છે, જળની અંદર પણ સરોવરના કાંઠે વૃક્ષો હોય તો એનું પ્રતિબિંબ પાણીમાં પડતું દેખાય છે. દીવામાં પણ સ્વપપ્રકાશપણું છે. પોતે પણ પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશે છે. સૂર્ય અને ચક્ષુ એના પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. કેવળજ્ઞાન જે લોકાલોકને જાણે છે એવી વાત કરી છે એ સંબંધમાં તમને કાંઈક સમજવા માટે એ સાધન થશે, નિમિત્ત થશે. માટે એના સ્વરૂપનો વિચાર કરશો. પછી એ વિષય એમણે