________________
૯૬
ચજહૃદય ભાગ-૧૨ છે.” એટલે ન કહેવાની જરૂર હોય ત્યાં સુધી તો ન કહેવાનું થાય તે જ યોગ્ય છે, ન બોલવાનું થાય તે જ યોગ્ય છે. વ્યવહારની અંદર તો બોલવાની, કહેવાની પ્રવૃત્તિ ન થાય એ જયોગ્ય છે. કેમકે એ તો કાંઈ કામની ચીજ નથી. ભ્રાંતિગત છે.
એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા કરવાનું કહેવાની ટેવ નીકળી ગઈ છે' બોલવાનું જ ઓછું થઈ ગયું છે, લખવાનું ઓછું થઈ ગયું છે, હળવા-મળવાનું પણ ઓછું થઈ ગયું છે. થયા કરશે, થાવું હશે એમ થયા કરશે. એ ટેવ નીકળી ગઈ છે. એ બાબતમાં તો ટેવ જ ઓછી થઈ ગઈ છે. વ્યવહારિક કાર્યમાં તો ટેવ ઓછી થઈ ગઈ છે.
મુમુક્ષુ – આનું અનુસરણ કરે અને મુમુક્ષુજીવ પોતાના રોજિંદા જીવનમાં ઘણી ટેવ ઓછી કરી શકે છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા કરી શકે. બરાબર કરી શકે. મૂળ તો જ્ઞાનીનું જીવન છે એ મુમુક્ષુને તો બોધ લેવા માટે જ છે. મુમુક્ષુને શા માટે ? આ પત્ર વાંચવાની આપણે શું જરૂર? ૧૯૫૧.૯૬ વર્ષ થયા. ૨૦૪૭ની સાલ ચાલે છે. ૯૫-૯૬ વર્ષ થયા. ૯૫-૯૬, વર્ષ પહેલાની) એમની દુકાનદારીની વાતની સાથે, વ્યવહારની વાત સાથે આપણે લેવા-દેવા શું ? આપણે સીધો સંબંધ તો કોઈ નથી. પણ એમનું જે જીવન છે એમાંથી પણ બોધ મળે છે. એ જ્ઞાનીનું સાક્ષાત્ જીવંત ચરિત્ર છે. એમાંથી પણ મુમુક્ષુ જીવ તો બોધ લઈ શકે છે કે તું અમથો-અમથો ઓઢીને કયાં પડે છો?સામુનો અપેક્ષા રાખે, મને કોઈ પૂછતું નથી, મને કોઈ કહેતું નથી, મને કોઈ જણાવતું નથી. મને કોઈ સામેલ કરતું નથી. પણ હવે તારે કૂવામાં પડવાની જરૂર શું છે? પાડે તો આઘો રહેવાની અને છટકવાની મહેનત કર તું. એના બદલે તું પડવાની વાત કરે છો ? એનું કારણ છે. આ જીવ સ્વરૂપે કરી મહાન છે ને ! મૂળ સ્વરૂપે તો આ જીવનું સર્વોત્કૃષ્ટપદ છે. એટલે બધે એને મોટાઈ જોઈએ છે. શું જોઈએ છે? મોટાઈ જોઈએ છે. મને કોઈક પૂછે તો મારી મોટાઈ ગણાય, મારી સલાહ લે તો મારી મોટાઈ ગણાય, મને જણાવે તો એટલું મને મહત્ત્વ આપ્યું ગણાય, મને ન જણાવે તો મને મહત્ત્વ આપ્યું ન કહેવાય. આ એને આકુળતાના વિકળતાના હેતુ થાય છે.
એમ કહે છે કે આ જ્ઞાની પુરુષનું ચરિત્ર જોવા જેવું છે. એમની તો ટેવનીકળી ગઈ છે. કહેવાની, કરવાની, વાત કરવાની ટેવ જ નીકળી ગઈ છે. હું ન કહું તો ચાલે એવું છે, કહું તો ચાલે એવું છે. છોડો માથાકૂટ. સમય છે જ્યાં પોતાનું સુધારવામાં એટલા બધા સમય અને શક્તિની જરૂર છે કે એની પાસે વધારાનું કાંઈ રહે એવું છે નહિ. એમાં પણ ખૂટે છે તો બીજાને સમય અને શક્તિ દેવાની જગ્યા જ નથી. એટલે ઘણી વ્યાવહારિક