________________
૯૪
રાજહૃદય ભાગ-૧૨ હેતુ લાગ્યો હોય એટલે જે પરમાર્થ છે એમાં શંકા પડી ગઈ હોય તો અસ્થિરતા થાય. એક કારણ તો એ છે. અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય.” અને તે એવો બળવાન પ્રારબ્ધના ઉદયની અંદર પ્રસંગ ઊભો થઈ ગયો હોય તો એ વખતે એની અંદર ઉપયોગ વિશેષ કરીને ચાલ્યો હોય તોપણ એમ બને, બનવાજોગ છે. કે જેથી આત્મવીર્ય એ વખતે મંદ થાય. જુઓ! વીર્ય સાથે સંબંધ લીધો. પુરુષાર્થ સાથે.
આ બે હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત્ વર્તે? આ બે કારણોથી. કાં તો પરમાર્થના વિચારમાં પણ અસ્થિરતા આવે, કહેવામાં પણ આવે અથવા લખવામાં પણ આવે. ત્રણેમાં વિચાર તો સામાન્ય જ છે. લખવા, કહેવાની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ વિચાર હોય અને લખવા, કહેવાની પ્રવૃત્તિ વખતે તો વિચાર હોય જ. ‘આત્મવીર્યમંદથવારૂપતીવ્ર પ્રારબ્ધોદય હોવાથી... આત્મવીર્યમંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે આત્મવીર્ય મંદ થાય એવો તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી.
મુમુક્ષુ –એટલે પ્રવૃત્તિમાં પછડાટ ખાધી?
પૂજ્ય ભાઈશ્રી:-પ્રવૃત્તિમાં વિશેષ ઉપયોગ વયો જાય છે. એવો પ્રકાર ઉદયનો ચાલે છે અને પોતાના પરિણામનો પણ ચાલે છે.
મુમુક્ષ :- એટલે જે હદે અહીંયાં રહેવું જોઈએ... જે હદે જ્ઞાનધારામાં રહેવું જોઈએ...
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. જ્ઞાનધારા તો (ચાલે જ છે). ઉપયોગમાં ફેરફાર છે. ઉપયોગમાં રસ છે. ઉદય અનુસાર રસ આવે છે. જ્ઞાનીને શુભાશુભ ઉદય હોય છે અને શુભાશુભ રસ પણ હોય છે. એમાં તારતમ્ય ભેદ હોય છે. અને એમાં જે પારમાર્થિક વિચારમાં, લખવામાં કે કહેવામાં તારતમ્યતા હોવી જોઈએ એ તારતમ્યતાથી ન્યૂનપણું આવે ત્યારે એ પ્રવૃત્તિ ન થવી જોઈએ, એમ કહેવું છે. તારતમ્યતાનો અહીંયાં સવાલ છે.
મુમુક્ષુ-ચિત્ત અસ્થિરવત્ એટલે તારતમ્યતા....?
પૂજ્ય ભાઈશ્રી – હા. તારતમ્યતાનું ફેર છે. સ્થિરતા-અસ્થિરતા એ ચારિત્રનું માપ છે અને તારતમ્યતામાં જાય છે.
આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં.... પાછું એમ છે કે એકલું ઉદયમાં જઈએ છીએ એમ નથી. પાછો એ હેતુને વળવાનો, અસ્થિરતા ટાળવાનો અમારો પુરુષાર્થ પાછો સામે છે. ઉપયોગ એકાંતે જાય