________________
૯૫
પત્રાંક-૫૮૬ છે એ તો પ્રશ્ન નથી. એની વિરુદ્ધનો પુરુષાર્થ હોવા છતાં કાળક્ષેપ થયા કરે છે. એ હેતુ ટળતો નથી ને એમ ને એમ લંબાય છે. ઉદય લંબાય છે, પ્રવૃત્તિ લંબાય છે, એના પરિણામો પણ લંબાય છે. પુરુષાર્થ હોવા છતાં પણ લંબાય છે. ઉદયનું આટલું જોર છે એમ કહે છે.
“અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને એવો તીવ્ર ઉદય હોય છે ત્યારે એવી અસ્થિરતા ટળવી કઠણ પડે છે. અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે. મારું ચિત્ત, પરમાર્થ સ્વરૂપ ચિત્ત ઉપયોગ રંગાય જાય એમાં તો એ લખવામાં માનીએ છીએ. અસ્થિરવત્ ચિત્ત હોય ત્યારે આ પ્રવૃત્તિ કરવામાં મારી ઇચ્છા થતી નથી. અમને એ કલ્પિત જેવું લાગે છે. અહીંયાં કલ્પિત શબ્દનો ફરીને પ્રયોગ કર્યો. ‘તોપણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. ક્યારેક ક્યારેક કોઈ કોઈ પ્રસંગમાં આત્મસ્થિરતા વિશેષ પણ રહે છે. બહુ ઝીણા પરિણામ કેટલા પરિણામને વ્યક્ત કર્યા છે ! સૂક્ષ્મ પરિણામને પણ કેટલા વ્યક્ત કિરીને ભાષામાં, પત્રમાં ઉતાર્યા છે. આ પત્ર દ્વારા એમનો સોભાગભાઈ સાથે સત્સંગ ચાલે છે. લ્યો! રૂબરૂ મળવાનો એટલો યોગ નથી તો પત્ર દ્વારા એ પોતાના પરિણામનું નિવેદન કરે છે. એ રીતે અરસપરસ સત્સંગ કરે છે. બે વચ્ચે કેટલો સંબંધ છે!
વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે અસારભૂત વ્યવહાર સંબંધી કાંઈપણ લખવાનું આવે તો તે અસારભૂત “અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગવાથી.' સાવ નકામો અને સાવ ભ્રાંતિગંત લાગે છે. કેમકે કોઈ કોઈનું કાર્ય કરી શકે એવી પરિસ્થિતિ જ નથી, પ્રત્યક્ષપણે નથી. અમને કોઈ નુકસાન કરે કે અમે કોઈને લાભ કરીએ એ વાત તો ભ્રાંતિગત છે, સાક્ષાત્ શ્રાંતિગત છે. “સાક્ષાત્ બ્રાંતિરૂપ લાગવાથી સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે. સાવ નકામું છે અને ભ્રાંતિગત સ્થિતિ છે એમાં શું લખવું? શું કહેવું? એ તો સાવ તુચ્છ લાગે છે. “આત્માને વિકળતાનો હેતુ છે....... અને છતાં ઉપયોગ એમાં નાખે તો આકુળતા થવાની છે, વિકળતા થવાની છે.
“અને જે કંઈ લખવું કહેવું છે તેમ કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે, કેમકે બનવાનું છે તે બનવાનું છે. કહેવાની જરૂર લાગે કે અહીંયાં જરા સંભાળજો. રૂપિયા
જ્યારે Bank માં ભરવા જાવ છો તો જરા સંભાળીને જજો. “મુંબઈ શહેર છે. ન કીધું હોય તો ચાલે. કીધું હોય તો જ કાંઈ સાવધાની રહે એવું નથી. ન કીધું હોય તોપણ ચાલે. જનાર માણસ એટલું તો સમજતો જ હોય છે. એક દષ્ટાંત તરીકે. “ન કહ્યું હોય તોપણ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે