________________
રાજહૃદય ભાગ-૧૨ - પૂજ્ય ભાઈશ્રી :- પરમાર્થરસ ઘૂંટાવો જોઈએ. આત્મકલ્યાણ થાય એ પ્રકારનો રસ હોવો જોઈએ. એમાં નહિતર ભૂલ કરે છે. રાગની તીવ્રતા થાય અને માને કે મને બહુ ભાવનાની તીવ્રતા થઈ, મને બહુ રસ આવ્યો. એમાં એકલો રાગ રગડાતો હોય. એ ભેદ તો બહુ સૂક્ષ્મ છે. એ ભેદ છાંટવો બહુ સૂક્ષ્મ છે. કોઈ એક વિષય પસંદ કરી લે કે અમને આ વિષય ઉપર બહુ રસ આવે છે. તને એ વિષયમાં રસ આવે છે? ગાથા પસંદ કરે, વિષય પસંદ કરે. રસ આવે છે કે રાગ આવે છે ? રાગ વધે છે કે પારમાર્થિક વિષયનો રસ વધે છે? આ બે વચ્ચે તફાવત પાડવાનું તારી પાસે શું સાધન છે ? એને કાંઈ ખબર પણ હોતી નથી કે આમાં બે પ્રકાર પડે છે. અને એમને એમ ચાલતું હોય છે. બહુવિષય ઘણો ગંભીર છે.
મુમુક્ષુ -મહાપુરુષોએ ઘણી કૃપા કરી. પૂજ્ય ભાઈશ્રી:- હા. બચાવ્યા છે, જીવોને બચાવ્યા છે.
મુમુક્ષુ –નીચેથી પાંચમી લીટી-પરમાર્થમાં ચિત્ત જેવખતે એકાગ્ર હોય એટલે જે આપે આ કીધું કે ભાવ આવિર્ભાવ હોય ત્યારે ?
પૂજ્ય ભાઈશ્રી – હા. પારમાર્થિક સંબંધી ઉપયોગ વિશેષ આવિર્ભૂત થયો હોય, એ પરિસ્થિતિમાં એ વાતનું નિરૂપણ કરવું યોગ્ય છે.
મુમુક્ષુ –ત્યારે યથાર્થ છે?
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ યથાતથ્ય ઉપયોગ છે. બીજા બીજા વિચારો ચાલતા હોય અને ધારણાને હિસાબે કે ખ્યાલ હોય એટલે લખી નાખે કે કહી નાખે એ પ્રકારમાં એ પ્રવૃત્તિ જ કરવી ઘટતી નથી એમ એનું કહેવું છે. અને છતાં કરાય તો એ કલ્પિત સમજવી. ક્યા ખાતામાં વાતને ખતવી નાખી? કલ્પિતના ખાતામાં ખતવી. | મુમુક્ષુ -એકાગ્ર શબ્દનહિ કહીને એકાગ્રવત્ કહીને...કેટલી ગંભીરતા શબ્દમાં ભરી છે!
પૂજ્ય ભાઈશ્રી – એકાગ્ર હોય તો તો નિર્વિકલ્પ થઈ જાય. એકાગ્રવત્ એટલે આવિર્ભત થાય, એ બાજુનું ખેંચાણ થાય, એ બાજુનો કોઈ પ્રવાહ ઉત્પન્ન થાય, એમાંથી કોઈ વર્ષોલ્લાસ આવે,વિશેષે કરીને કોઈ પ્રયાસ ચાલે, એ બધો પ્રકાર છે.
મુમુક્ષુ-કેવા ઊંડા સિદ્ધાંત!
પૂજ્ય ભાઈશ્રી -એક લૌકિક કાયદો લડે છે તો સત્તર જાતની આંટીઘૂંટી હોય છે. લૌકિક વિષય સ્થૂળ ઉપયોગનો છે કે બીજું કાંઈ છે ? કે ભાઈ ! આ Technical subject છે. આમાં સત્તર જાતની આંટીઘૂંટી થાય. ત્યારે આ તો આત્માને અનંત