________________
પત્રાંક-૫૮૬
૯૧
મુમુક્ષુ :– મુમુક્ષુ હોય પણ જેને હજી અવલોકન તરફ પ્રગતિ શરૂ નથી થઈ, એવા જીવે તો આવી બાબતમાં .. નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– કાંઈક તો યોગ્યતા માગે છે, કાંઈક યોગ્યતા તો હોવી જોઈએ. યોગ્યતા વગર તો પોતાને નુકસાન થાય, બીજાને પણ નુકસાન થાય. કાંઈક યોગ્યતા વિશેષ હોય એવું તો હોવું જોઈએ. Quality ઉપ૨ ઘણું વજન હોવું જોઈએ. હાથમાં એ કામ છે એટલે થોડું એ બાબતમાં વિચારીએ છીએ અને વજન પણ એ બાજુ જ છે. પહેલેથી જ. આજથી નહિ. ‘ગુરુદેવ’ના વખતમાં જ્યારે બધા સાથે કામ કરતા ત્યારે આ વાત તો વારંવા૨ ક૨તા. વાંચનકારોની સંખ્યા વધારવા ઉપર આપણે ધ્યાન નથી. દેવું. એટલે કે જથ્થો-Quantity નથી વધારવી, Quality ઉપ૨ ધ્યાન દેવું છે. એટલે તો વર્ષમાં બે વખત જયપુર' જતા હતા. ત્યાં છોકરાઓ તૈયાર થાય છે. બે વખત જવાનું બંધન હતું. પંદર-પંદર દિવસ બે વખત જવું. અધ્યાત્મનો વિષય ખાસ લેવો. યોગ્યતા ઉપર તો મુખ્ય વાત છે આની. નહિતર શું છે કે શીખી જાય, માણસ બોલતો થઈ જાય, પણ યોગ્યતા ન હોય તો બીજી ગડબડ ઊભી થયા વગર રહે નહિ. સમાજ તો ઊંચા આસને બેસાડે, માન આપે, આભાર-વિધિ કરે. કોઈ માનપત્ર આપે, કોઈ હાર પહેરાવે, કાંઈક કરે. સ્વાગત કરે, ફલાણું કરે, ઢીકણું કરે. કાંઈક ધમાલ થાય છે એમાં તો. બહુ સાવધાન રહેવાનો વિષય છે. એકદમ જાગૃતિ હોય તોપણ એને નિષેધ તો આવવો જ જોઈએ કે આવું કાંઈ હોવું જોઈએ નહિ.
મુમુક્ષુ ઃ– જ્ઞાની આવી સ્થિતિમાં આને કલ્પિત કહે તો મુમુક્ષુને તો શું કહેવું.
=
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુને તો બીજાને લખવા, કહેવાનો પહેલા તો અધિકાર છે કે કેમ ? એ સવાલ છે. પોતાને, બીજાને લખવાની, કહેવાની યોગ્યતા છે કે કેમ ? એક વાત. અને યોગ્યતા હોય તો તત્ સંબંધીત કાંઈ પ્રયાસપૂર્વક લખાય છે કે કહેવાય છે કે કેમ ? આ બે વાત બરાબર એમાં જાગૃતિમાં રહીને પ્રવૃત્તિ થવી જોઈએ. નહિતર જ્ઞાની પોતે લખવાનું છોડી દે છે. યથાતથ્ય ઉપયોગ ન હોય તો એ પોતે કહે છે કે હું છોડી દઉં
છું.
‘લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે.’ છોડી દઉં છું. અડધું છોડી દઉં છું. આ સ્થિતિમાં નથી લખવું. ભલે અધૂરું લખેલું પડ્યું રહે. પોતાનું આચરણ જીવંત દૃષ્ટાંત છે ને ?
મુમુક્ષુ :- મુમુક્ષુ પણ કોઈને લખે તો પોતાનો રાગ૨સ ઘૂંટાય, જે વિષયનો, જે શરી૨નો, જે વાતનો ૨સ અંદ૨ છે, આત્મરસ તો પ્રયાસ વગર...