________________
પત્રાંક-૫૮૬
૮૯ મુમુક્ષુ – ઉદાહરણ તરીકે એમ લઈએ કે આત્મા સુખકંદછે એવો શબ્દ હોય તો એના રસનો આવિર્ભાવ અત્યારે થાય કે એનું ભાવભાસન થાય?
પૂજ્ય ભાઈશ્રી - ભાવભાસન ન થાય તો એ સંબંધીના પ્રયોગનો પણ કંઈક પ્રકાર હોવો જોઈએ. આમાં પગથિયું શું છે? કાં તો પરિણતિ હોય તો પ્રત્યક્ષ વસ્તુ છે, જ્ઞાનદશા હોય તો આત્મા પ્રત્યક્ષ છે. એ પહેલા ભાવભાસન હોય તો આત્મા લક્ષમાં છે. હવે એ પહેલા (શું) ? તો કહે છે, ભાવભાસન થવા અર્થે શું છે? તો કહે છે, પ્રયોગ છે. તો એને એ વખતે પ્રયોગમાં આવવું જોઈએ. વસ્તુ તો વ્યવસ્થિત છે. કોઈ વાત અવ્યવસ્થિત નથી. એ વખતે એનો પ્રયોગ ચાલવો જોઈએ.
પ્રયોગ ચાલવો જોઈએ એટલે શું ? કે જે વિષય છે એ વિષયની સમજણ છે એણે પોતે વર્તમાનમાં એ સમજણને પરિણામ ઉપર ચાલતા પરિણામ ઉપર લાગુ કરે છે. અને તે અવલોકવું એક પ્રયોગ છે. દુઃખને દુઃખભાવ તરીકે અવલોકે. જે-તે પરિણામને જે-તે પરિણામ તરીકે અવલોકે. જેને જેમ છે એમ અવલોકવું છે. કોઈ વિષય તો ચાલે છે કે નહિ? તો એ સંબંધીના પરિણામ ચાલે છે કે નહિ ? વિકલ્પ છે તો. એવી રીતે એ ચાલવું જોઈએ.
જો યથાતથ્યપણે ન ચાલે તો જ્ઞાની પોતે એમ કહે છે કે આ કૃત્રિમ રીતે, કલ્પિત રીતે ચાલે છે. બે શબ્દ વાપર્યા છે. તેમાં ઉપયોગ નહિ હોવાથી, એ વિષયનો ઉપયોગ નહિ હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું નહિ. આત્મબુદ્ધિએ લખ્યું નથી. એ વખતે આત્મબુદ્ધિએ નથી લખાણું એમ કહે છે. જુઓ ! તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહિ હોવાથી કલ્પિતરૂપ કહેવાય.” આ અમારે કલ્પિત કહેવાનું કારણ છે. નહિતર એ કાંઈ વિષય કલ્પિત નથી ઊભો કરતા. લખે છે તો કોઈ કલ્પનાથી વાત કરીને સામા પાસે મુકતા નથી. પણ છતાં એને પોતે કલ્પિત કહે છે એ પોતાના પરિણામની અપેક્ષાએ કલ્પિત કહે છે. વિષય નિરુપણ અપેક્ષાએ કલ્પિત નથી. જ્ઞાન તો સમ્યજ્ઞાન છે જ્ઞાનીને. નહિતર અહીંયાં પ્રશ્ન થવા યોગ્ય છે, કે સમ્યજ્ઞાનમાં કલ્પિત કેવી રીતે લખાય કે કહેવાય? સમ્યજ્ઞાન વર્તતું હોય તો એ સમ્યજ્ઞાનીને કલ્પિત કેવી રીતે કહેવાય કે વર્તાય? એનું તો જ્ઞાન પદાર્થજ્ઞાન સ્પષ્ટ છે એની પાસે. સ્વ-પરની ભિન્નતા છે. પદાર્થ જેવો છે એવો જાણે છે. કલ્પના તો કરતા નથી. સમ્યજ્ઞાનમાં કલ્પના થતી નથી. તો કેવી રીતે કલ્પિત કહ્યું કહેવાય? એ ખુલાસો કર્યો છે. બહુ સારી વાત આવી છે.
મુમુક્ષુ:–ભાવને સાથે લઈને આ શબ્દનીકળે? પૂજ્ય ભાઈશ્રી – હા. ભાવ સાથે નીકળે, ભાવપૂર્વક નીકળે. અને તો જ સામાને