________________
પત્રાંક-૫૮૬
८७
ચાલતી હોય, ઉપયોગની સ્થિતિ યથાતથ્ય આવે અને આ વિષય બરાબર લખવાનો કે કહેવાનો હોવો જોઈએ. જો લખતી વખતે, કહેતી વખતે એ (ઉપયોગ) યથાતથ્ય ન હોય તો એ લખવું કે કહેવું યોગ્ય નથી. છોડી દઈએ છીએ. લખવાનું વારંવાર છોડી દેવાનું થાય છે. એને પોતાને એમ થાય છે (કે) આ સ્થિતિમાં મારે આ વાત નહિ લખવી જોઈએ. લખતા હોય તો લખવાનું છોડી દે. કોઈને પત્ર લખતા હોય તો પત્ર લખવાનું છોડી દે.
મુમુક્ષુ :– Diary માં પણ નોંધ ન કરવી જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :– Diary માં તો સામાન્ય રીતે એવો આવિર્ભાવ થાય ત્યારે જ માણસ એ પ્રવૃત્તિ કરે. પોતાની Diary કોઈ લખે તો તો એને ભાવ વિશેષ આવે ત્યારે જ લખવાનું બને. એ પહેલા લખવાનો લગભગપ્રસંગ નથી હોતો. કેમકે એ તો ચાહીને પોતાને પોતાના ચિંતન માટે કે એવી રીતે વાત આવે છે. એવી કોઈ Importance ભાસે છે, કોઈ વાતની મુખ્યતા, વિશેષતા કોઈ મુદ્દા ઉપર ભાસે છે ત્યારે એ બને છે. મુમુક્ષુ :- મુમુક્ષુ માટે.
=
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુને કે જ્ઞાનીને પણ સામાન્ય રીતે એ ભાવમાં વિશેષ પોતાને રસ આવે ત્યારે એ પ્રવૃત્તિ કરે. એ તો ઠીક છે પણ બીજાને કહેવામાં માણસ ગમે ત્યારે કહી દે છે કે લખી દે છે. પોતાને તો રસ આવે ત્યારે પોતાની વાત રસવાળી વાત છે. સ્વયંને રસ લેવા માટે એ વાત છે. એવું કયારે લખે ? કે પોતાને એ વિષયનો રસ જાગૃત થાય ત્યારે. શા માટે લખે ? કે ફરીને એવો રસ લેવા માટે. કેમકે સ્મૃતિવિસ્મૃતિનો વિષય છે. અનેક વાતો સ્મરણમાં આવે, અનેક વાતો વિસ્મરણ થાય છે. ક્ષયોપશમ જ્ઞાન જ પાંગળું છે, મતિશ્રુત પોતે ઘણું પાંગળુ છે. જો નોંધ કરવી હોય તો એ વધારે રસ લેવા માટેનો કોઈ હેતુ તો પોતાને આત્માર્થનો એની અંદર હોય. અને હોય છે માટે લખે છે. મુમુક્ષુ લખે કે શાની લખે. પણ બીજાને જ્યારે લખવાનું થાય ત્યારે પણ એવો રસ હોય. એ વિષયના રસવાળો ઉપયોગ હોય ત્યારે લખવું કે કહેવું. નહિતર ઉદીરણા કરીને કહેવાનું થાય છે. પરાણે જાણે વાત, ૨સ બીજે છે અને આ વાત કરવાનું થાય છે. એ પ્રવૃત્તિ યોગ્ય નથી. એટલે એ પોતે એ પ્રવૃત્તિ એવી રીતે જો શરૂ થાય તો છોડી દે છે. અત્યારે નહિ. કેવો ન્યાય કાઢ્યો છે ! ઝીણી ઝીણી વાતમાંથી પોતે કેવો ન્યાય કાઢ્યો છે ! સામાન્ય લખવાની પ્રવૃત્તિ, કઈ પરિસ્થિતિમાં લખવું જોઈએ. એનો ન્યાય કાઢ્યો છે.
મુમુક્ષુ :– એટલે પરિણતિ તો યથાતથ્ય છે જ.