________________
૮૬
રાજહૃદય ભાગ-૧૨ છોડી દેવાનું થાય છે. કલ્પિતનો અર્થ પોતે નીચે કરે છે કે કેવી રીતે હું એને કલ્પિત કહું છે. પરમાર્થ સંબંધી લખતા પણ કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. આવી રીતે ન લખવું જોઈએ, આ સ્થિતિમાં ન લખવું જોઈએ, આ પરિણામ ચાલતા હોય ત્યારે આ ન લખવું જોઈએ.
પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવતુ હોય... પરમાર્થમાં જ્યારે ચિત્ત એકાગ્રવત્ હોય એટલે પરમાર્થની ધારા સારી ચાલતી હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય....” કેમકે એ વખતે પરિણામ બરાબર એ વિષય ઉપર ધ્યાન આપે છે. તો તો બરાબર છે કે એ વિષયમાં કાંઈ લખીએ એ યોગ્ય છે. “પણ ચિત્ત અસ્થિરવતુ હોય...” બીજા બીજા વિકલ્પો ઊઠતા હોય અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય.” મેળ ખાતો નથી. ઉપયોગ જો બીજે વ્યવહારના કાર્યોમાં જાય અને પરમાર્થ સંબંધી એ વખતે લખવાનું કે કહેવાનું હોય ત્યારે એ જાણે કૃત્રિમતાથી કહેતા હોય એવું લાગે છે.
કેમકે “અંતવૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી.” ઉપયોગ તો લખે એટલે સામાન્ય જાય પણ જેવો જોઈએ એવો-યથાતથ્ય, લખતી વખતે જે પ્રકારે ઉપયોગ જોઈએ તે પ્રકારે ઉપયોગ નહિ હોવાથી. તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય. આ એક એમનું વચન છે એ ઘણું માર્મિક છે. એમાં પણ જે જીવો પરમાર્થ સંબંધી બીજાને લખતા હોય કે કહેતા હોય એને ઘણું આમાંથી શીખવાનું મળે એવું છે. વિચારવા જેવો વિષય છે. શું કહે છે?જુઓ!
પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો...” યથાતથ્ય તેનો ઉપયોગ હોવો જોઈએ, એમ કહે છે. એટલે પરમાર્થ સંબંધી વાત કરવી હોય ત્યારે પારમાર્થિક વિષય એવું જે પોતાનું સ્વરૂપ અથવા પોતાના તરફ, સ્વરૂપ તરફ જવાનો જે પરિણામનો ઝોક એ બરાબર હોવો જોઈએ એમ કહે છે. એવો કોઈ પ્રયાસ હોય અને એ વાત થવી જોઈએ. જ્યારે હું એ વાત કરું ત્યારે એ ભાવનો મારામાં આવિર્ભાવ હોવો જોઈએ તો એ વાત કરવાનો મને અધિકાર છે. મને બીજા ભાવનો આવિર્ભાવ હોય અને વાત હું આ કરું તો એ વાત યથાતથ્ય ઉપયોગ નથી થતી શું કહે છે?
માણસ ગમે ત્યારે વક્તા થઈ જાય એ આ વિષયમાં ચાલે એવું નથી. ધારણા થઈ ગઈ, બોલતા પણ આવડે છે માટે વક્તા થઈ જાય એવું નથી આમાં નુકસાન થાય. આ તો જ્ઞાની છે તોપણ (આમ કહે છે. એક તો પરિણતિની ધારા તો અંદરમાં ચાલતી હોય છે. (છતાં) ઉપયોગની સ્થિતિ યથાતથ્ય જોઈએ એમ કહે છે. ભલે પરિણતિની ધારા