________________
પત્રાંક-૫૮૬
૮૫
પણ છૂટી ન શકાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એમાંથી છૂટીએ તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે.’ વારંવાર એ વાત મનમાં ઊગ્યા કરે છે. સહેજે સહેજે એવા જ પરિણામ થાય છે.
અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછા થવાનું થાય તેવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં આવે તો લખશો...' મોતી, હીરા અને ઝવાહરનો વેપાર કરતા હતા એમ સાથે સાથે આ પાંચ વર્ષમાં Commission નું મુંબઈ’માં આડતનું કામ પણ ચાલુ કર્યું હતું. ‘મુંબઈ’ તો એક એવું પીઠું છે, એક બજાર છે કે માણસ કામ કરનાર જોઈએ અને પૈસાની વ્યવસ્થા હોય તો એક માણસ અનેક કામ કરે, કરી શકે છે. આ કામ પણ એમણે Commission agent તરીકે ચાલુ થયેલું. બીજાનો માલ આડતમાં વેચી રે અથવા બીજાને આડતમાં ખરીદીને મોકલે. બે રીતે એ કામ થાય છે. કોઈને મુંબઈ’માં માલ વેચવો હોય અને પોતાની Ofcિe ન હોય તો કોઈની મારફત વેચાવે એને Commission આપવું પડે. માલ મગાવવો હોય તો જેની મારફત મગાવે એને પણ આડત આપવી પડે. એ જાતનું કામ હતું.
તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો;...' પોતે એટલા વિચારક છે તોપણ એટલી સલાહ લે છે. આ તો હજી વ્યવહારિક પ્રસંગ છે પણ વ્યવહારમાંથી છૂટવા માટે એમાં ધાર્મિક સલાહ લે છે. ધાર્મિક પ્રસંગમાં .. એમ ને એમ નિર્ણય લે છે. કાંઈ હજી વિચારશક્તિનું ઠેકાણું ન હોય અને એમ ને અમ પોતે નિર્ણય લે. કેવી રીતે કામ થાય ?
ગમે તો આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો.’ અને હવે મળો ત્યારે પણ આ વિષયમાં વિચારતા આવજો અને રૂબરૂમાં કાંઈ વધારે વિશેષતાથી વાત કરો તો સારું. ‘આ વાત લક્ષમાં રાખશો.’ આ કામ તમને સોંપ્યું છે, ધ્યાનમાં રાખવા માટે છે. કહેવા ખાતર નથી, કાંઈ શિષ્ટાચાર ખાતર વાત નથી. ખરેખર ગંભીરતાથી એમણે એ વાત પૂછી છે.
ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે;...’ આ છેલ્લા ત્રણ વર્ષની એમની જે ચિત્તની સ્થિતિ છે એમાં એમ લાગે છે, કે કાંઈ પણ લખવું એમાં કંટાળો આવે છે. વ્યવહા૨ સંબંધી લખવું હોય તોપણ કંટાળો આવે છે, પરમાર્થ સંબંધી લખવું હોય તોપણ કંટાળો આવે છે. અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ