________________
પત્રાંક-૫૮૬
૮૩
સિવાય કાંઈ થઈ જ ન શકે. તમને તો છોડવા જ નથી. તમારું નામ તો આમાંથી કાઢવાનું જ નથી. અને જે ધંધાનો પથારો છે, પોતાના હિસાબે જે કરેલો છે એ પણ મોટો વેપા૨ હતો. કેમકે ઝવેરાતમાં શું છે કોઈ ચીજ વેચાય તો તરત વેચાય. નહિતર કોઈ છ મહિને વેચાય, કોઈ બાર મહિને વેચાય, કોઈ એથી વધારે વર્ષે-બે વર્ષે વેચાય. એમાં નફો ઘણો હોય છે. પણ એને ગ્રાહક આવે ત્યારે ખપે એના જેવી ચીજ છે. એ વેચવા જાવ અને ખપે એવું નથી. અને વેચવા જાવ તો વેંચાઈ જાવ એના જેવું છે એ. એ પ્રકારનો એ ધંધો
છે.
‘એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી;...’ અને એક-દોઢ વર્ષમાં એક એક પળ જાવી મારે કઠણ છે. અહીં જુઓ કેવી વેદના થઈ છે હવે ! પળ પળ જવી. કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે.’ એટલે એક વર્ષમાં મહિનો-બે મહિના નિવૃત્તિ લેતા હતા. કદાચ ચાર-છ-આઠ મહિના નિવૃત્તિ લઈ શકાય એમ લાગે છે. પણ સાવ મૂકી દેવાશે કે છૂટી જશે એવું દેખાતું નથી. એટલે નિવૃત્તિ થોડી વધશે અને પ્રવૃત્તિનો ઉદય થોડો પરિક્ષીણ થશે એમ લાગે છે. આ પોતે અનુમાન કર્યું છે. પાછું ૨૯મા વર્ષે તો ઠીક-ઠીક પ્રમાણમાં નિવૃત્ત થયા છે. પછી ૩૦મા વર્ષે પણ લગભગ નિવૃત્ત જેવા છે.
આત્માની કેટલીક અસ્થિરતા રહે છે.’ પરિણામની અંદર આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. અને ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે.’ જુઓ ! ગયા વર્ષનો મોતીનો વ્યાપાર છે. એક વ્યાપાર શરૂ કરે તો એક-એક વર્ષ ચાલે. એ આમાંથી નીકળે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે.’ આ Paragraph માં તો થોડીક એમણે વ્યાવહારિક વાત કરી છે. કોઈ કોઈ પત્રમાં તો આથી (વધારે) વ્યાવહારિક વાત છે. એ કાપીને પણ પત્રો મૂકેલા છે. વિશેષ લઈશું....