________________
પત્રક-૫૮૬
૮૧
ઊંઘ આવે છે. ભૂખ પણ સરખી લાગે છે, પાચન પણ સ૨ખું છે, શરી૨ પણ તંદુરસ્ત છે. શરીરના વખાણ કરે. કોના વખાણ કરે છે ? તારા કરે છે કે તારી જેલના ? અને ઊંઘ એવી મજાની સરસ આવે છે. એક ઊંઘે આપણે સવાર પડી જાય. કાંઈ ફીકર નથી. તું કચાં વયો જઈશ ? એમ કહે છે. આ ચિંતા જ્ઞાનીઓ કરે છે, સાધક આત્માઓ આ ચિંતા કરે છે.
મુમુક્ષુ :– બહુભાગ જીવોને મનુષ્યદેહ ફરીથી મળતો નથી એટલે....
=
-
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. નહિ... નહિ. હજારમાં નહિ, લાખોમાં. લાખો મનુષ્ય મનુષ્યપર્યાય છોડે એમાં કો’કને જ નજીકમાં મનુષ્યપર્યાય હોય. હજારોમાં નહિ. એવું છે. મનુષ્યપર્યાયની બહુ કિંમત છે, ભાઈ ! જીવ ભૌતિક કાર્યોમાં, બહારના કાર્યોમાં, સાંસારિક કાર્યોના ઝાંવા નાખે છે પણ આ મનુષ્યપર્યાયની બહુ કિંમત છે, ઘણી કિંમત છે. આત્મહિત સાધી લે તો અહીંયાં ઢૂંકડું છે અને નહિતર દીવા પાછળ અંધારું છે. એવી મોટી ખીણ છે, કાંઈ ગોત્યું હાથ આવે એવું નથી, જડે એવું નથી. કાં ગયું ? વંટોળીયામાં તણખલું ક્યાં ગયું ? આ સંસારનો વંટોળ છે. Traffic જોઈએ છીએ કે નહિ ? કેવો જાય છે ? સાંજે બધા જતા હોય. સવારે આમ જતા હોય, સાંજે આમ જતા હોય. મોટા મોટા શહેરમાં. વંટોળે ચડેલી વાતો છે બધી. કયાં જાય કાંઈ પત્તો લાગે નહિ. પ્રશ્ન:- ઃ– મનુષ્યભવ ન મળે તો તિર્યંચમાં...
=
પૂજ્ય ભાઈશ્રી :– તિર્યંચગતિમાં. બહુ ભાગ કાળ તિર્યંચગતિમાં જાય. કારણ કે તિર્યંચગતિમાં પછી અસંશીપણું ચાલુ થઈ જાય છે. પછી તો અશક્તિ અશક્તિને વધારે. શક્તિ શક્તિને વધારે અને અશક્તિ અશક્તિને વધારે. સીધી વાત છે. એક માણસ ગરીબ થાય તો ગરીબ જ થતો જાય, પૈસાવાળો થતો હોય એ પૈસાવાળો જ થતો જાય. એનું કારણ શું ? કે અશક્તિ અશક્તિને વધારે છે. એમ પરિણામ હીણા થયા, બીજી ગતિમાં જાય એટલે ઔર હીણા થઈ જાય. ત્યાં એથી હીણા થઈ જાય. માણસ કહે, શું કરીએ ? ભાઈ ! પેટ ભરવા માટે પાપ કરીએ છીએ. ચકલાને એવું જ છે. દાણા નથી મળતા તો ઇયળ ખાય છે, જીવડા ખાય છે. આમ તો કાંઈ બહુ પાપી પ્રાણી ન દેખાય. આ કબુતર ભોળા પ્રાણી હોય. ભોળો કબુતર જેવો માણસ. ખાય જીવડા. માંસાહાર છે. દાણા ન મળે તો શું કરે ? પેટ ભરવા માટે માંસાહાર. પરિણામનો વિવેક કરવાની ત્યાં સંશી પંચેન્દ્રિય હોય તોપણ વિચારશક્તિ નથી રહેતી. મનુષ્યમાં જે વિચારશક્તિ છે એ વિચારશક્તિ તિર્યંચગતિમાં નથી રહેતી. સંશી હોય તોપણ. અસંશીને તો વિચારશક્તિ છે જ નહિ. એને તો વિચાર કરવાનું સાધન જ ટળી ગયું. એ