________________
પત્રાંક-૫૮૬ ઇચ્છા થતી નથી. છૂટવાની ભાવના થઈ આવે છે. કામના એટલે છૂટવાની ભાવના થઈ આવે છે કે આમાંથી છૂટીએ તો સારું... આમાંથી છૂટીએ તો સારું. આ રસ નથી એ સ્પષ્ટ થાય છે. પોતાને જેસંયોગ છે, જેસંગ છે એનો રસ નથી. એનાથી પોતે ઉદાસીન કેટલા છે!
છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્થતા ન રહી. કયારેક જો ચૂકી ગયા. કેમકે બળ એટલું નથી. ક્ષયોપશમ સમકિત છેને? ક્યારે ચૂકી ગયા તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષવો જોઈશે... એકવાર છૂટે તો વળી ઉપર ચડતા કેટલો Time જાય કોને ખબર છે?લેનારા અંતર્મુહૂર્તમાં પણ લ્ય છે. કાળ જાય છે અને કેટલા ભવ જાય છે એનો મેળ નથી. એટલે એનો Maximum અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ લીધો છે.
સાદિ મિથ્યાષ્ટિઓ મિથ્યાદર્શને આવ્યા પછી નિગોદમાં ચાલ્યા જાય. સમ્યગ્દષ્ટિને તો મનુષ્ય અને દેવ સિવાય બીજી બે ગતિનિષેધ થઈ જાય છે. છૂટી જાય છે. વિચ્છેદ જાય છે. પણ જો મિથ્યાત્વમાં આવી જાય તો નિગોદ સુધી વયો જાય. અત્યારે નિગોદમાં આવ્યા કેટલા? કે અનંતા. સાદિ મિથ્યાદૃષ્ટિ અનંતા છે. નિગોદની અંદર આજે, આજની તારીખમાં.
મુમુક્ષુ –એણે ભૂલ શું કરી?
પૂજ્ય ભાઈશ્રી – સ્વરૂપની વિરાધના કરી, સ્વરૂપની વિરાધના કરી છે. આરાધના છોડીને વિરાધના કરી શુભની રુચિ કરી, અશુભની રુચિ કરી, પુદ્ગલની રુચિ કરી, દોષની અને અવગુણની રુચિ કરી, નિર્દોષ પવિત્ર સ્વભાવની રુચિ ન કરી.
મુમુક્ષુ – સ્વરૂપના બતાવનારની પણ વિરાધના કરી?
પૂજ્ય ભાઈશ્રી - બધાયની. પછી તો થઈ જ જાય. એકની કરે ત્યાં અનંતાની થઈ જાય.
જો એવું કાંઈ પણ થયું તો “આત્મસ્થિરતા થતાં વળી અવસર ગષવો જોઇશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે;” અરે..રે. આ સ્થિતિ છૂટી ગઈ ? ભૂતકાળનો અનુભવ છે ને ? પોતાને તો જાતિસ્મરણ છે. પશ્ચાત્તાપપૂર્વક દેહ છોડેલો છે. પાછું અનુસંધાન કર્યું છે. હવે છોડવું નથી. આ તૈયારી ચાલે છે. એમાંથી આ વચનો નીકળ્યા છે. શેમાંથી આ વાત ઊગી છે?કે ભૂતકાળમાં અનુભવમાં આવ્યા છે, ફરી મિથ્યાત્વમાં આવ્યા છે, આ વખતે પણ મનુષ્યજન્મ સમ્યફ સહિત નથી. ર૮મે વર્ષે સમ્યગ્દર્શન લીધું છે. ૨૮મું વર્ષ ચાલે છે. ૨૪મે વર્ષે સમ્યગ્દર્શન થયા પછી દશા બહુ સારી છે. પણ