________________
૭૮
ચજહૃદય ભાગ-૧૨ કર્મો તો બાંધેલા હોય જ છે. કેમકે જ્યારે જ્યારે જીવ ઉદયમાં જાય છે ત્યારે નવા કર્મને સંચિત કરે છે, બાંધે છે. એટલે એ તો ગમે ત્યારે જ્ઞાનદશા પ્રગટે ત્યારે પૂર્વનો તો Stock-અજ્ઞાનભાવે બાંધેલા કર્મનો જથ્થો તો એને Stock માં હોય જ છે. એટલે એને ભોગવવું પડે એમાં કઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી.' અમારો એટલો પુરુષાર્થ નથી. ભગવાન પણ ચતુર્થ ગુણસ્થાને હતા. પોતે પણ ચોથા ગુણસ્થાને છે. છતાં ઋષભદેવ ભગવાનની સામે જોઈને એમ કહે છે. એક ક્રોડક્રોડી સાગરવયા ગયાને? ચોથો આરો ગયો ને ? એક ક્રોડાકોડી સાગરનો Period ગયો. એટલે લાંબે ઉપયોગ મૂક્યો. એમને જે પ્રારબ્ધોદય વખતે ગૃહસ્થ અવસ્થામાં જે પુરુષાર્થનું બળ હતું એ બળ અમારી પાસે નથી. આ અમારે ખેદનો વિષય છે. એમની પાસે જેમૂડી હતી એ જમૂડી અમારી પાસે નથી એમ કહે છે. પ્રારબ્ધને ભોગવવા માટે આત્મસ્વરૂપનું જે પુરુષાર્થનું સ્વરૂપ પ્રત્યેનું બળ જોઈએ એ બળ એમની પાસે હતું એ અમારી પાસે નથી. “ઋષભદેવ ભગવાન સર્વાર્થસિદ્ધિમાંથી ક્ષાયિક સમ્યગ્દર્શન લઈને આવ્યા છે. અવિષમતા રહે એવું બળ અમારી પાસે નથી એમ કહે છે. જુઓ ! ક્યાં પોતાની સરખામણી કરે છે?
“અને તેથીઆ તો કાંઈ ન હોય તો જ્ઞાનીની સાથે સરખામણી કરે. હજી કાંઈ પોતાનું ઠેકાણું ન હોય. જ્ઞાનીને પણ રાગ-દ્વેષ થાય છે, જ્ઞાનીને પરિગ્રહ હોય છે, જ્ઞાની પણ પ્રવૃત્તિ કરે છે. એમ કરીને સરખામણી કરવા માંડે. અહીં તો કહે છે કે જ્ઞાની હોય એ બીજા જ્ઞાનીથી પોતે કેટલા હીણા છે એ બીજાને કહે છે. પોતાના દોષની વાત બીજાને એ જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે.
આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે.” એટલે સમભાવ રહે. અવિષમતા એટલે રાગ પણ ન થાય, દ્વેષ પણ ન થાય. એ વિષમ પરિણામ છે. અમારી પાસે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદયછતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે શૂટવાની કામના થઈ આવે છે, જે આ રાગ-દ્વેષના નિમિત્ત છે એને ત્યાગીને, છોડીને નીકળી જઈએ તો સારું. આમાં હારી જવાય છે, ક્યારેક ક્યારેક હારી જવાય છે. રાગના નિમિત્તોમાં રાગ થઈ જાય છે, દ્વેષના નિમિત્તોમાં દ્વેષ થઈ જાય છે. ભલે ચારિત્રમોહનો છે. પણ એ મહાપુરુષોનું ઊંધું આલંબન નથી લેતા, કે ચક્રવર્તીને છ ખંડ હોય છે અમારે શું વાંધો. “ભરત ચક્રવર્તીને છ ખંડ હતા. એમની પાસે બળ હતું. મારી પાસે ક્યાં બળ છે? એમ કહે છે. મારે આ રાગ-દ્વેષના નિમિત્ત વચ્ચે રહેવાની મને