________________
પત્રાંક-૫૮૬
લખતાં તે અસારભૂત અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તેને કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદયે પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી.
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી. નમસ્કાર છે.
જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યાં છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળજ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશકપણું થાય છે એમ જિને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે.
૫૮૬મો પત્ર પણ સોભાગ્યભાઈ ઉપરનો છે. ૐ કરીને લખે છે. મુમુક્ષુ - “સોભાગ્યભાઈ” ઉપરના પત્રો બધા બહુ સરસ છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઘણી વાતો લખી છે. “સોભાગભાઈના પત્રોમાં તત્ત્વનો વિષય ઘણો વ્યક્ત થયો છે, પ્રગટ થયો છે. એ વાત સાચી છે.
વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે. શું કહે છે? તમે વિચારો છો. એટલી વાત રાખી વિશેષ વિચારો એના માટે આ પત્ર તમને સાધન થશે એમ કરીને આ પત્ર લખ્યો છે. પત્રનું મથાળુ જ એવું બાંધ્યું છે. પૂર્ણજ્ઞાની શ્રી ત્રઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્ય ક્ષય થયો છે; તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી.” “ઋષભદેવ ભગવાનને પણ ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય હતું. ૮૩ લાખ પૂર્વ એ પ્રારબ્ધોદય ભોગવવામાં પસાર કર્યા છે. છેલ્લા એક લાખ પૂર્વમાં એમને કેવળજ્ઞાન આદિદશા થઈ છે.
તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે... દરેક માણસને પૂર્વ સંચિત