________________
૭૬
રાજહૃદય ભાગ-૧૨ વ્યતીત થવા જેવું થાય છે, અને તે માટે શોચ થાય છે, કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે, તે શમાવવું ઘટે છે; અને કંઈક કરવું પડે એવાં કારણો રહે છે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધોદય તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે.
અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો; ગમે તો આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. આ વાત લક્ષમાં રાખશો.
ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવત્ હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવતું હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કિલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજાં કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત્ થઈ જવાનો હેતુ શો છે? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવતુ થવાનું કારણ કંઈ પણ જોઈએ. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, તો તેમ બને, અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય. આ બે હેતુથી. પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત્ વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાનો સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે, અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તોપણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ