________________
૭૪
રાજહૃદય ભાગ-૧૨ અહીંયાં એક વાક્યથી એ વાત નીકળે છે કે જીવ પોતે સ્વરૂપસ્થિરતા કરવાનો પ્રયત્ન કરે ત્યારે એને નિર્વિકલ્પ ઉપયોગનો ભાવ સમજાય છે. નિર્વિકલ્પ ઉપયોગ એક આરાધક ભાવ છે કે જેમાં આત્મસ્વભાવ પ્રગટ થયો છે. આત્મસ્વભાવ પ્રગટ થયેલો હજી સમજાય, એનું વ્યક્ત સ્વરૂપ સમજાય પછી અવ્યક્ત ન સમજાય એ કાંઈ બની શકે નહિ. કેમ કે વ્યક્ત છે એ અવ્યક્ત કરતા સ્થળ છે. જેને સ્થૂળ લક્ષમાં ન આવે, જ્ઞાનમાં ન આવે એને સૂક્ષ્મ ક્યાંથી જ્ઞાનમાં આવે? ચરમામાં મોટો અક્ષર ન વાંચે છે ઝીણો કેવી રીતે વાંચે ? એના જેવી વાત છે.
એક લીટીમાં કેટલું રહસ્ય ભર્યું છે, જુઓ! પત્રની એક લીટીમાં કેટલું રહસ્ય છે ! કે જ્યારે તું તારો સ્વભાવ સમજવા બેઠો છો તો તારે સ્થિરતાના સ્વસમ્મુખતાના પ્રયત્ન સુધી આવવું પડશે. એ પ્રયત્નમાં સ્વરૂપનું ભાવભાસન થશે. ત્યાં સુધી આગળની જે વાતો છે એ માત્ર બાહ્ય નિમિત્તમાં રહી જાય છે. આ પ્રયત્ન કર્યાથી ખરેખર ભાવભાસન આવે છે.
મુમુક્ષુ -પ્રયોગમાં તો આવવું જ પડે.
પૂજ્ય ભાઈશ્રી:-પ્રયોગે આવવું પડે. પ્રયોગે આવ્યા વિના ઓઘસંજ્ઞા નહિમટે. શાસ્ત્ર સમજી શકાશે, બીજાને સમજાવી પણ શકાશે.
જ્ઞાની કહે એવું જ કોઈ જ્ઞાની પાસેથી સમજીને કહેતો એ વાત બીજાને સમજાય કેન સમજાય? જેમકે જ્ઞાની ચાલ્યા ગયા. આયુષ્ય પૂરું થાય એટલે સ્વર્ગમાં જાય. જ્ઞાની પાસેથી જે લોકોએ સાંભળ્યું છે એવા મુમુક્ષુઓ, વિદ્વાનો, પંડિતો રહી જાય છે. જેનું આયુષ્ય હજી ચાલુ છે. હવે નવા માણસો આવે છે. જેની શરૂઆત થાય છે, નવી પેઢી આવે છે. જ્ઞાની આમ કહેતા હતા. સમજાય કે ન સમજાય ? ન સમજાય. કેમકે જ્ઞાની પ્રયોગ કરીને કહેતા હતા, પ્રયોગમાં રહીને કહેતા હતા. એટલે એમનો પ્રયોગ વ્યક્ત થતો હતો. પણ તેવી જ ભાષા કહેવા છતાં પણ પ્રયોગની અભિવ્યક્તિ ન થાય. એટલે જે વાત ખરેખર જ્ઞાનીના વચનમાં સમજવામાં આવે એ સિવાય જ્ઞાનીના વચનમાં સમજવામાં ન આવે. એ તો હજી સમજણ પૂરતી વિચારની વાત રહી, સદ્વિચારની વાત રહી, સસમાગમની વાત રહી, સાસ્ત્રની વાત કરી. પણ એથી વધારે ઓઘસંજ્ઞાની નિવૃત્તિ માટે તો પોતે પ્રયોગમાં આવે ત્યારે એને સમજાય અને ત્યાં સુધી એને ઓઘસંજ્ઞાની નિવૃત્તિન થાય.
હવે વિચાર કરી લેવો કે આપણે આટલા વર્ષથી સમજવા બેઠા છીએ. ઓઘસંજ્ઞા ગઈ છે કે નથી ગઈ? વર્ષોથી ગુરુદેવ પાસેથી સાંભળ્યું, વર્ષોથી શાસ્ત્રો વાંચ્યા,