________________
પત્રાંક-૫૮૬
૭૫
ન
સ્વાધ્યાય કર્યો અને અનેક બીજા વિદ્વાનો પાસેથી પણ સાંભળવાનું મળે. પણ જ્યાં સુધી પોતે પ્રયોગે ન ચડે ત્યાં સુધી એને ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થાય નહિ, ત્યાં સુધી ખરેખરો આત્મસ્વરૂપનો સાચો નિર્ણય, યથાર્થ નિર્ણય થાય નહિ. આ એક વાકયમાં આટલી વાત કરવી છે. ૫૮૫ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૫૮૬
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧
વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે.
પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્યે ક્ષય થયો છે; તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્યતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષવો જોઈશે; અને પશ્ચાતાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે.
આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી; અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષીણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે.
આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે; અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તોપણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે; પણ ઘણો વખત તેના વિચારમાં