________________
८०
પ્રવૃત્તિને અનુકૂળ પોતાની સ્થિતિ નથી.
‘સોગાનીજી’ એ જ લખે છે, જહાં રહના નહિ ચાહતે ઉસકે સાથ રહના પડતા હૈ. જિસકે સાથ રહના નહિ ચાહતે ઉસકે સાથ રહના પડતા હૈ. એ પછી (એમના પત્ની) કહેતા હતા, અમારી જ વાત લખી છે. એમને નહોતું ગમતું. જિસકે સાથ બોલના નહિ ચાહતે ઉસકે સાથ બોલના પડતા હૈ. એને છૂટવું છૂટવું જ હોય છે. હવે જ્ઞાન થઈ ગયું એટલે વાંધો નથી. સમ્યગ્દષ્ટિને તો છ ખંડ હોય, એ જનક-વિદેહી આદિનું કોઈ આલંબન લેતા નથી. આલંબન લેવા માટે એ વાત પણ શાસ્ત્રમાં નથી. છૂટવું છૂટવું કેવી રીતે થાય છે એ વાત કરે છે.
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ ઃ– જ્યાં સ્વરૂપની ખબર નથી ત્યાં સ્વરૂપની વિરાધના છે ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. ત્યાં સ્વરૂપની વિરાધના થાય છે. સ્વરૂપની ખબર નથી એટલે કાંઈકને કાંઈક તો જીવ આરાધન કરે જ છે. કોનું આરાધન કરે ?વિભાવભાવોનું આરાધન કરે અને પરદ્રવ્યને અનુસરે. સ્વભાવના આરાધનમાં એક એનો છૂટકો થાય એવું છે, બાકી બધું અકર્તવ્ય છે, કર્તવ્ય નથી. આમ છે. શું કહે છે ? જુઓ !
આ તો દરેકે વિચારવા જેવું છે. એમણે ભલે પોતા માટે લખ્યું હોય પણ મનુષ્યપર્યાયમાં જેટલા છીએ એ બધાએ વિચારવા જેવું છે. કે જો ઉપયોગની યથાતથ્યતા ન રહી...' ઉપયોગ એટલે અહીંયાં પોતાના પુરુષાર્થની સાવધાનીની, સ્વરૂપ-સાવધાનીની, યથાતથ્ય સ્વરૂપની સાવધાની ન રહી તો પશ્ચાતાપપૂર્વક મિથ્યાત્વ સહિતમાં દેહ છૂટશે. સામાન્ય રીતે મિથ્યાત્વસહિત મનુષ્ય દેહ છૂટે એટલે મનુષ્યદેહ મળવાનો બહુ લાંબો સમય પડી જાય છે. લગભગ તો બહુભાગના જીવોને અનંત કાળે જ મનુષ્યદેહ આવે છે. કોઈ જીવોને વચ્ચે આવી જાય છે, હળવા હોય તો. બાકી લગભગ મોટા ભાગના જીવો મનુષ્યદેહ છોડે એટલે અનંત કાળે પછી મનુષ્યપર્યાયનો પત્તો લાગે. આ પરિસ્થિતિ હોય છે. એટલે પોતાને ખ્યાલ છે.
પશ્ચાતાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે.’ આ ભય થાય છે. બીજો ભય નથી. ભવનો ભય છે. આ ભયમાં ઊભા છીએ. પોતે ૨૮મે વર્ષે એવી અંદરની અધ્યાત્મદશા છે તોપણ અંદરખાને આ ભયમાં ઊભા છે. મુમુક્ષુને કેટલો ભય હોવો જોઈએ ? એના બદલે એય..! ને નિર્ભય થઈને ખાઈ, પીએ અને લહેર કરે. ઉટકેલી થાળીમાં સરસ મજાનું ભાવતું ભોજન મળે. દાળ સારી થઈ હોય તો એવા સબડકા લે કે મોઢું બે-ચાર જગ્યાએથી વાંકુ થઈ જાય. ભાવતી ચીજ હોય ને ? આમ એવા રસથી ખાય). ભવભ્રમણનો ડર નથી. એય.. મજાની ઉંઘ આવી જાય. સરખી