________________
૮૨
ચજહૃદય ભાગ-૧૨ બધી વિરાધનાનું પરિણામ છે. એટલે અનંત કાળ કાઢે છે. એ પરિસ્થિતિ છે. હજારમાં એક-બેને મનુષ્યપણું મળે અને ૯૯૮-૯૯૯ને નહિ મળે એમ નથી. લાખોમાં કોકને મળે. બાકી બધા અધોગતિમાં જાય. અને એ તિર્યંચગતિનું પેટ બહુ મોટું છે. ત્યાં સંખ્યાનો પાર નથી. બેસુમાર, બીજે બધે ત્રણ ગતિમાં સંખ્યા ઓછી છે. આની સંખ્યાનો પાર નથી. મોટું પેટછે. ત્યાં વયા જાય.
એટલે ચેતવા જેવું છે. અને એમાં જેણે મનુષ્યપણાનું આયુષ્ય ઘણું ભોગવી લીધું એને વિશેષ ચેતવા જેવું છે. ૪૦ઉપર ગયા એને Red light આવી જાય છે. લાલબત્તી આવી ગઈ. ધીમો થા હવે વેગ તારો ઓછો કર. સંસાર બાજુનો વેગ ઓછો કર. કાંઈક પાછુ વાળીને જો. આત્મકલ્યાણ કરવા જેવું છે, સાધી લેવા જેવું છે. ચૂક્યો તો પત્તો લાગશે નહિ.
કેવી ચિંતા કરે છે, જુઓને ! “ઋષભદેવ ભગવાનને સ્મરણમાં રાખીને પોતાની ચિંતા કરે છે. પોતે “ઋષભદેવ ભગવાનના પુરુષાર્થનું સ્મરણ કરે છે. જો ક્યાંક ઉપયોગમાં ફેરફાર થઈ ગયો, અસ્થિરતા આવી ગઈ તો સ્થિરતા કોને ખબર પછી ક્યારે આવે ? પશ્ચાતાપપૂર્વક દેહ છૂટશે એવી ચિંતા ઘણીવાર થઈ આવે છે. કોઈ કોઈવાર ત્યાં સુધી ચિંતા થાય છે... એટલે શું છે? પોતાને એકદમ આગળ વધવું છે. જોર કરે છે, પુરુષાર્થ જોર કરે છે એમ બતાવે છે.
આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે....... પ્રવૃત્તિકર્મ નહિ પણ નિવૃત્તિકર્મ. કેમકે એ પણ કર્મોદય છે. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિના સંયોગ થાય,પ્રકાર થાય એ પણ એક કર્મનો ઉદય છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય....' પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ (લ્ય) એને ધર્મ નથી માનતા. એવા તો ઘણા નિવૃત્તિ લઈ લે છે. એક જાતનો ઉદય છે. પણ અમને આ પરિણામમાં ઉદય થવાનો આશય રહ્યા કરે છે, કે જેથી અમે નિવૃત્તિકાળે આત્મસાધનામાં વિશેષપણે આવિર્ભત થઈ શકીએ.
પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી.... આ વિચાર કરે છે ત્યારે વર્ષ-દોઢ વર્ષમાં તો કાંઈ થાય એવું દેખાતું નથી. અને પળ પળ જવી કઠણ પડે છે. વર્ષ-દોઢ વર્ષ તો આ દુકાન છૂટે એવું લાગતું નથી. “મુંબઈ બેઠા છે. ધંધામાંથી છૂટા થવું (છે). ભાગીદારોને સંકેત કરી દીધો છે. તમે બધા સંભાળતા થાવ અને સંભાળો. હું આમાં નહિ રહી શકું. ૨૮મે વર્ષે તો ઓલા લોકોએ ના પાડી છે, કે નહિ. આપના વગર તો અમે ચાલી શકીએ જ નહિ. આમાં અમારું કામ નહિ. તમારા