________________
02
રાજહૃદય ભાગ-૧૨ ૨સ ઊપજે. જો વક્તાનો રસ ન હોય કે લખનારનો રસ ન હોય તો સામે નિમિત્તનૈમિત્તિકપણે પેલાને પણ રસ નથી ઊપજવાનો.
‘સોગાનીજી’એ લખ્યું, કે ધારણાથી તું બોલે છો તો હમકો તેરી બોલી કાગપક્ષી જૈસી લગતી હૈ. શું લખે છે ? ભલે તું આત્માની વાત કરતો હોય પણ કાગડો બોલતો હોય અને કેવું કઠોર લાગે ? એવું અમને લુખ્ખું લાગે છે. લુખ્ખી વાત છે એ આમાં ચાલે એવું નથી. એ પોતાને પણ અનુકૂળ નથી અને સામાને પણ અનુકૂળ નથી. બંનેને પ્રતિકૂળ પડે એવી પ્રવૃત્તિ થાય છે.
મુમુક્ષુ :– ધર્માત્માઓની આવી પરિસ્થિતિ વર્તે છે એટલે એની વાણી બીજાના હિતમાં નિમિત્ત પડે છે.
?
પૂજ્ય ભાઈશ્રી :– નિમિત્તે પડે છે એનું કારણ આ છે. ધર્માત્માની વાણી બીજાને નિમિત્ત પડે છે એનું એ કા૨ણ છે. એમનો રસ છે એ વખતે. ‘ગુરુદેવ’ના પ્રવચનનો પ્રત્યક્ષ અનુભવ છે કે નહિ ? કેટલા રસથી, આત્મરસથી વિભોર થઈને જે પ્રવચનો આવતા તો સાંભળનારને પણ એ રસનો ઉત્પાદક થતા. એક કલાક તો એમાં એ ૨સની અંદર તરબોળ થઈ જાય. જો પોતે ધ્યાનથી સાંભળે, લક્ષપૂર્વક સાંભળે તો સામે રસ ઊપજે જ. એ કુદરતી વિષય છે.
મુમુક્ષુ :– એવી રીતે મુમુક્ષુ વક્તામાં લીધી છે એવી રીતે પ્રશ્નમાં પણ આવી વાત આવી જાય ?
પૂજ્ય ભાઈશ્રી :– એ તો કહ્યું કહેવું કે લખવું. બેય પ્રવૃત્તિની અંદર. કહેવું હોય કે લખવું હોય તો આ વિષયમાં યથાતથ્ય ઉપયોગ હોવો જોઈએ. યથાતથ્ય ઉપયોગ વિના એ પ્રવૃત્તિ ઘટતી નથી, એમ કહેવા માગે છે.
મુમુક્ષુઃ–પ્રશ્ન પૂછવામાં પણ આવી પરિસ્થિતિ (હોવી જોઈએ) ?
—
પૂજ્ય ભાઈશ્રી :– પ્રશ્ન પૂછનારને તો માનો કે એની સ્થિતિ ઉપર આધાર છે. એ તો કોઈ અજાણ્યો હોય, કોઈ જિજ્ઞાસાથી પૂછે. પ્રશ્ન પૂછનારનો મુખ્ય વિષય જિજ્ઞાસાનો છે. એ પોતે જિજ્ઞાસામાં હોવો જોઈએ. વગર જિજ્ઞાસાએ ઉડાઉડ કરવાની વાત નહિ હોવી જોઈએ કે ખાલી ગમે તે તર્ક લડાવે, કુતર્ક લડાવે એવું નહિ હોવું જોઈએ.
મુમુક્ષુ :–પ્રશ્ન પૂછનારે સમજવા માટે, પોતાને સમજવા માટે...
પૂજ્ય ભાઈશ્રી :– પોતાની જિજ્ઞાસા માટે એણે પૂછવું જોઈએ. પોતાના હિત માટે એણે પૂછવું જોઈએ. હિતબુદ્ધિ રાખીને પૂછવું જોઈએ. એટલો નિયમ એણે રાખવો જોઈએ.