SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 02 રાજહૃદય ભાગ-૧૨ ૨સ ઊપજે. જો વક્તાનો રસ ન હોય કે લખનારનો રસ ન હોય તો સામે નિમિત્તનૈમિત્તિકપણે પેલાને પણ રસ નથી ઊપજવાનો. ‘સોગાનીજી’એ લખ્યું, કે ધારણાથી તું બોલે છો તો હમકો તેરી બોલી કાગપક્ષી જૈસી લગતી હૈ. શું લખે છે ? ભલે તું આત્માની વાત કરતો હોય પણ કાગડો બોલતો હોય અને કેવું કઠોર લાગે ? એવું અમને લુખ્ખું લાગે છે. લુખ્ખી વાત છે એ આમાં ચાલે એવું નથી. એ પોતાને પણ અનુકૂળ નથી અને સામાને પણ અનુકૂળ નથી. બંનેને પ્રતિકૂળ પડે એવી પ્રવૃત્તિ થાય છે. મુમુક્ષુ :– ધર્માત્માઓની આવી પરિસ્થિતિ વર્તે છે એટલે એની વાણી બીજાના હિતમાં નિમિત્ત પડે છે. ? પૂજ્ય ભાઈશ્રી :– નિમિત્તે પડે છે એનું કારણ આ છે. ધર્માત્માની વાણી બીજાને નિમિત્ત પડે છે એનું એ કા૨ણ છે. એમનો રસ છે એ વખતે. ‘ગુરુદેવ’ના પ્રવચનનો પ્રત્યક્ષ અનુભવ છે કે નહિ ? કેટલા રસથી, આત્મરસથી વિભોર થઈને જે પ્રવચનો આવતા તો સાંભળનારને પણ એ રસનો ઉત્પાદક થતા. એક કલાક તો એમાં એ ૨સની અંદર તરબોળ થઈ જાય. જો પોતે ધ્યાનથી સાંભળે, લક્ષપૂર્વક સાંભળે તો સામે રસ ઊપજે જ. એ કુદરતી વિષય છે. મુમુક્ષુ :– એવી રીતે મુમુક્ષુ વક્તામાં લીધી છે એવી રીતે પ્રશ્નમાં પણ આવી વાત આવી જાય ? પૂજ્ય ભાઈશ્રી :– એ તો કહ્યું કહેવું કે લખવું. બેય પ્રવૃત્તિની અંદર. કહેવું હોય કે લખવું હોય તો આ વિષયમાં યથાતથ્ય ઉપયોગ હોવો જોઈએ. યથાતથ્ય ઉપયોગ વિના એ પ્રવૃત્તિ ઘટતી નથી, એમ કહેવા માગે છે. મુમુક્ષુઃ–પ્રશ્ન પૂછવામાં પણ આવી પરિસ્થિતિ (હોવી જોઈએ) ? — પૂજ્ય ભાઈશ્રી :– પ્રશ્ન પૂછનારને તો માનો કે એની સ્થિતિ ઉપર આધાર છે. એ તો કોઈ અજાણ્યો હોય, કોઈ જિજ્ઞાસાથી પૂછે. પ્રશ્ન પૂછનારનો મુખ્ય વિષય જિજ્ઞાસાનો છે. એ પોતે જિજ્ઞાસામાં હોવો જોઈએ. વગર જિજ્ઞાસાએ ઉડાઉડ કરવાની વાત નહિ હોવી જોઈએ કે ખાલી ગમે તે તર્ક લડાવે, કુતર્ક લડાવે એવું નહિ હોવું જોઈએ. મુમુક્ષુ :–પ્રશ્ન પૂછનારે સમજવા માટે, પોતાને સમજવા માટે... પૂજ્ય ભાઈશ્રી :– પોતાની જિજ્ઞાસા માટે એણે પૂછવું જોઈએ. પોતાના હિત માટે એણે પૂછવું જોઈએ. હિતબુદ્ધિ રાખીને પૂછવું જોઈએ. એટલો નિયમ એણે રાખવો જોઈએ.
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy