________________
પત્રાંક-૫૮૫
૭૩
પ્રીતિ ક૨વી, એની સાથે સંબંધ આપણે જાળવી રાખવો. સંબંધ છે ને આપણે, સંબંધ તો જાળવી રાખવો. સંબંધ તોડવો નહિ. એ બધું કુસંગમાં જાય છે. એ અસત્સંગમાં પણ નથી. એ તો કુસંગમાં જાય છે. એ અસત્સંગ અને કુસંગ એ પણ જીવને પોતાના જીવના સ્વરૂપનો નિર્ણય નહિ કરવા દે. સન્મુખ નહિ થવા દે. ભાવ નહિ ભાસે.
જેટલી ધર્મની પ્રવૃત્તિ ક૨શે એ ઘાણીના બળદ જેવી છે. ઘાણીનો બળદ આખો દિ’ ચાલ્યો. અને રોજ આખો દિ’ ચાલ્યો અને આખી જિંદગી ચાલ્યો. ચાલી ચાલીને ચાં ગયો ? ત્યાંનો ત્યાં રહ્યો. જો કોઈ બેલ કે કોષ હજા૨’ ત્યાં ને ત્યાં છે. અનાદિનો ત્યાં ને ત્યાં છે. આ જીવે ધર્મની પ્રવૃત્તિ ઘણી કરી છે. પૂજા કરી, ભક્તિ કરી, દાન દીધા, તપશ્ચર્યાઓ કરી, જપ કર્યાં, યાત્રા કરી, શાસ્ત્ર વાંચ્યા. બધું કર્યું. કચાં છે ? ઘાણીના બળદની જેમ ત્યાંનો ત્યાં છે. જરાય આઘો ગયો નથી. ઘરની બહાર એક ડગલું નથી ગયો. જે ઠેકાણે છે એ જ ઠેકાણે છે. પહેલાના પહેલા ગુણસ્થાને. એ ગુણસ્થાનમાંથી કાંઈ ફે૨ફા૨ થયો નથી.
મુમુક્ષુ :– કૃત કરતાં અનુમોદનનું પાપ વધારે થાય છે એવું લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, અનુમોદનાનું વધારે છે. એ તો કૃત, કારિત અને અનુમોદનાનું ફળ એક છે. પણ અનુમોદનાથી જીવ છેતરાય જાય છે. અનુમોદનાની એને ખબર પડતી નથી. સંગ કરવા ગયો ત્યારે તો એણે પ્રવૃત્તિ કરી, તો કોઈ એમ કહે કે ભાઈ ! તમે શું કરવા સંગ કરો છો ? એ સંગ ક૨વા જેવો નથી. નકામા તમે દોષમાં આવી જશો. પણ અનુમોદના છે એમાં છેતરાય જાય છે. કેમકે જીવને એ પ્રવૃત્તિ નથી દેખાતી. ભાવમાં નિષેધ આવવો જોઈએ. એ નિષેધ નથી આવતો એટલે જીવને અનુમોદના થઈ જાય છે.નિષેધ આવવો જોઈએ.
મુમુક્ષુ :– સરવાળો મારીએ તો ખ્યાલ આવે કે કૃત કરતાં અનુમોદના વધારે થાય
છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– અનુમોદનનો દોષ વધારે (થાય છે), અનુમોદનાથી વધારે દોષ થાય છે. ક૨વા અને કરાવવાથી જે પ્રમાણમાં પોતે અપરાધ કરે છે એના કરતા સમગ્ર અપરાધનો વિભાગ અનુમોદનામાં વધારે છે. કેમકે એને ખબર નથી પડતી કે અહીં અપરાધ થાય છે. અનુમોદના થતાં અપરાધ થાય છે એની એને ખબર નથી. જાણેઅજાણ્યે પણ પક્ષ કરે છે, અનુમોદના કરે છે. એ બધા જે પ્રકાર છે એ જીવને એ અપરાધ કરવા બરાબર એ પોતે કરે એટલું જ ફળ અનુમોદનામાં આવે છે. એથી ઓછું આવતું નથી. એટલે એ વિષય જરા સૂક્ષ્મતાથી વિચારવા યોગ્ય છે.