________________
૭૧
પત્રાંક-૫૮૫ હોય તોપણ એને સ્વરૂપસ્થિરતાનું લક્ષ ન થાય. સત્સસમાગમ કે સન્શાસ્ત્રથી એ વાત સમજવાનો પ્રયત્ન ન કરે તો જેને વ્યાખ્યાની ખબર નથી એને Practice ક્યાંથી આવડે ? અથવા “ગુરુદેવ' કહેતા કે, હજી જેને કાને વાત પડી નથી એ તો બિચારો ક્યાંથી પ્રયત્ન કરશે ? કાને વાત પડી પણ હજી જેને વિરોધ આવે છે કે આમ ન હોય. સપુરુષના વચનનો એને પોતાને સ્વીકાર થતો નથી, એને વિરોધાભાસ લાગે છે તો એને ક્યાંથી આ કાર્ય થવાનું હતું ? એ સમજે ક્લે દિવસે અને પ્રયોગ કરે ક્લે દિવસે ? આ બે વાત કરતા હતા. સમજે કયે દિવસે અને પ્રયોગ ક્યારે કરે ? એટલે સમજે પછી પ્રયોગ પણ કરે એમ ત્યાર પછીની આ વાત છે. એકલા સાંભળે, વિચારે, સમજે તો એ સમજણમાં કોઈ થોડી મર્યાદાથી એ વાતની સમજણ થતી નથી અથવા ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થતી નથી.
ઓઘસંજ્ઞાની નિવૃત્તિ અર્થે શું કરવું ? કહ્યું ને? આગળ એક પત્ર ૪૪૯માં ચાલ્યું ને? આપણે ત્યાં ચાલી ગયો, ‘વવાણિયા ચાલી ગયો. ૪૪૯. પાંચમો Paragraph છે. નીચેથી ઉપરનો Paragraph, છેલ્લેથી-નીચેથી બીજો. “આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. કાં તો જીવને લોકપરિચય બહુ ગમે છે અને લોકોની દૃષ્ટિએ પોતાનું સ્થાન, માન અને પોતાની છાપ બરાબર સારી હોય તો ઠીક, એવો જે અભિપ્રાય છે. અનાદિથી આ લોકસંજ્ઞા છે.
ઓઘસંજ્ઞામાં જે સમજે છે પણ પ્રયત્ન કર્યા વગર માત્ર સમજે છે એ ઓઘસંજ્ઞામાં રહી જાય છે. જે સાવ સમજતા નથી અને ક્રિયા કરે છે એ તો ઓઘસંજ્ઞામાં છે એ તો કહેવાની પણ જરૂર નથી કે જે સમજ્યા વગર બધી ક્રિયાઓ કરે છે, પણ જે સાાસ્ત્ર અને સત્સમાગમ કરીને સમજે છે પણ પ્રયોગ કરતા નથી તે ત્યાં સુધી. જ્યાં સુધી પ્રયોગ કરતા નથી ત્યાં સુધી ઓઘસંજ્ઞામાં છે. પ્રયોગ ચડે છે ત્યારે એની ઓઘસંજ્ઞાની નિવૃત્તિ જેમ જેમ ભાવભાસન થતું જાય તેમ તેમ ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થતી જાય. અને ત્યારે જીવને આત્મસ્વરૂપ વિષે કલ્પના ન થાય, નિર્ણય સાચો થાય. સાચો નિર્ણય થવા અર્થે કલ્પના નહિ થવી અને કલ્પના નહિ થવા અર્થે લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગરૂપ કારણોથી મુક્ત થઈ જવું. ત્યારે નિર્ણય થાય. આમ સીધી Line છે.
મુમુક્ષુઃ-લોકસંજ્ઞા અસત્સંગ...
પૂજ્ય ભાઈશ્રી – અસત્સંગમાં તો શું છે કે પોતે અવગુણી જીવોનો સંગ કરે છે. એના પ્રત્યે પ્રીતિ રાખે છે, એની અપેક્ષા રાખે છે. અને લોકસંજ્ઞામાં મુખ્યપણે આબરૂ,