________________
પત્રાંક-૧૮૨
૩૫ પૂરતી વાત થઈ.
જેમકે કોઈ ધાર્મિક ઉત્સવ છે-ભગવાનના પંચકલ્યાણકનો. ઉદય અનુસાર તો પ્રસંગ ઉત્પન્ન હોય છે. તોપણ જીવે એમાં પુરુષાર્થ કરવામાં, રસ લેવામાં મર્યાદા રાખવી. આ માત્ર શુભભાવ છે, મારી ભાવના પણ જિનમાર્ગ જયવંત વર્તા!ત્રણે કાળે જિનમાર્ગ જયવંત વર્તા! એ મારી ભાવનાને અનુસરીને આ ઉદય આવ્યો છે. પરમાર્થે હેતુભૂત વ્યવહાર છે. વ્યવહાર પણ પરમાર્થ હેતુભૂત વ્યવહાર છે. તો પછી આ જીવે એમાં પ્રવર્તવાનું કાર્ય થાય તો એણે વિચાર કરીને પ્રવર્તવું, બહુ વિચાર કરીને પ્રવર્તવું ઘટે છે. એટલે કે એના રસને એણે શુભ વિકલ્પમાં અને શુભરસની મર્યાદામાં પરિણમવું. પુરુષાર્થમાં શુભરસ મર્યાદિત રહે એ રીતે પરિણમવું. એ આત્મકલ્યાણ સાક્ષાતુ છે એમ જાણીને પ્રવર્તવું નહિ. કેમકે સાક્ષાત્ આત્મકલ્યાણ નથી. એ આદિ અનેક પ્રસંગો છે. ધ્યાન ખેંચ્યું છે.
શુભેચ્છા સંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર. વિશેષ વિનંતિ કે, તમારું લખેલું પતું ૧ પ્રાપ્ત થયું છે. તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. લોકોને શંકા પડે. અંદેશો એટલે શંકા પડે. ધાર્મિક પુરુષ તરીકેની અમારી જે આબરૂ છે એમાં કોઈ મહાન ધર્માત્મા છે એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. અને આ બાજુ આવીએ ત્યારે લોકોને એમ લાગે કે આ કોઈ સાધારણ માણસ છે, પાઘડી પહેરી છે, ખેસ નાખ્યો છે, કોટ પહેર્યો છે, બુટ પહેર્યા છે, ધોતીયું પહેર્યું છે અને ધર્મની તો મોટી મોટી વાત કરે છે. પાછા શું કહે ? ધર્મની તો મોટી મોટી વાત કરે છે. ત્યાગતો કાંઈ દેખાતો નથી. આ આપણા સાધુ જુઓ કેટલો ત્યાગ કરીને બેઠા છે!
લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે.. એટલે વ્યવહાર હોય અને સાથે સાથે “બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો...' આરંભ અને પરિગ્રહ છોડવા જેવા છે, એ વાત “કુંવરજીભાઈને કરે છે. વૈરાગ્ય અને ઉપશમની વાત લલ્લુજીને કરે છે. તમે વૈરાગ્યની વાત કરો છો અને લાખો રૂપિયાના ધંધા-વેપાર કરો છો. તેવા વ્યવહાર સાથે બળવાન નિગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે, માર્ગનો વિરોધ કરવા જેવું છે. માર્ગમાં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. એવું નકરવું જોઈએ.
તે માર્ગનો વિરોધ કરવા જેવું છે; અને એમ જાણીને તથા તેના જેવા બીજા કારણોનું સ્વરૂપ વિચારી. એના જેવા એટલે ભળતા. કોઈને વિરોધ થાય, સાધુઓને