________________
પત્રક-૫૮૨
૩૩ પ્રયત્ન અને પુરુષાર્થમાં લાગ્યા રહેવું એમ લક્ષ રહ્યા કરે છે. “આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે....” કેવી રીતે થાય છે?
એક બહુ સરસ વાત “સોગાનીજીએ એમના અનુભવથી કરી છે કે, કોઈને એમ લાગે કે હું ફલાણું કામ કરું છું, ફલાણી પ્રવૃત્તિ કરું છું. પણ ઉપયોગહીન નેત્રવતુ એ પ્રવૃત્તિ થાય છે. શું કીધું? ઉપયોગહીન નેત્ર. આંખ ખુલ્લી હોય, ઉપયોગ ન હોય. જેમ કોઈ માણસ વિચારમાં ઉતરી જાય ત્યારે એને એમ લાગે કે આ ફલાણાને આમ જોવે છે. ત્યાં જોતો જન હોય. એનો ઉપયોગ જ જોવામાં ન હોય. નેત્રમાં એનો ઉપયોગ ન હોય. એનો ઉપયોગ મનમાં કોઈ વિચારમાં, ચિંતામાં હોય. એમ ઉપયોગહીન નેત્રવત્ પ્રવૃત્તિ થાયછે, એમ લખે છે.
એમ અહીંયાં એમ કહે છે કે, “આ વ્યાપારાદિ ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે....” સંગવત્ પ્રવૃત્તિ થતી નથી પણ અસંગ પરિણામવત્ પ્રવૃત્તિ થાય છે. કેમ? કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી.” આમાં લાભ થઈ જશે, નુકસાન થઈ જશે એવું તો કાંઈ લાગતું નથીપૂર્વકર્મના ઉદયના ચોગઠા–સોગઠા ગોઠવાય છે. એ સોગઠા પોતે જ દાણા પડી અને ચાલ્યા જાય છે. હું હલાવતો નથી અને હું દાણા પાડતો નથી. આમ છે.ઉદયની ચોપાટ, ચાર પાટ હોય છે ને ? એમ આમાં ચાર બાજુના પ્રસંગો ઊભા થાય છે. શુભ-અશુભ પરિણામ અને શુભ-અશુભ બહારના પ્રસંગો. એ ઉદયની ચોપાટ છે. આત્મા એમાં ખેલાડી થઈને ખેલવા જાય છે. જ્ઞાની કહે છે કે તું જુદો રહીને જોયા કર કે આ ખેલ કેવી રીતે ચાલે છે. આ ખેલને તું જોયા કર. તારે ખેલવાનું હવે કારણ નથી. ચોપાટ છે, પૂરી થઈ જવા દે.
કેમકે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. પણ જે ધર્મવ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં, તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. જ્યાં ધાર્મિક વ્યવહાર હોય ત્યાં થોડી સાવધાનીથી લક્ષ રાખીને વ્યવહાર કરવો ઘટે છે. ઉદયમાં તો ગમે તેમ ચાલે એનો વાંધો નહિ. ધાર્મિક વ્યવહારની અંદર તો બીજાના હિત-અહિતનો, પારમાર્થિક હિત-અહિતની અંદર પ્રકાર હોય છે. એમાં સમ્યફ મિથ્યાત્વનો વિષય રહેલો છે. તેમાં ઉપેક્ષા કરાય નહિ. જે વ્યવહારમાં ઉપેક્ષા કરાય એ ધાર્મિક પ્રવૃત્તિમાં ઉપેક્ષા કરાય નહિ. એમ કરીને થોડી વાત કરી છે.